ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટ્રમ્પના ગૂડ સિગ્નલ પછી ભારતીય Stock Market માં શાનદાર તેજી, આ શેર બન્યા રોકેટ!

પાછલા કેટલાક સમયથી અમેરિકા સાથેના ખરાબ સંબંધ સહિત અનેક મુશ્કેલીઓના કારણે ભારતીય Stock Market ની ચમક ઓછી થઈ ગઈ હતી, પરંતુ નવા વર્ષની સાથે જ શેરમાર્કેટની ચમક પરત ફરી છે. આજે ભારતીય શેરમાર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આ પાછળ અમેરિકાથી આવેલા ગૂડ ન્યૂઝને પણ કારણભૂત ગણવામાં આવી રહ્યાં છે, તો જૂઓ ક્યા શેરોમાં જોવા મળી રહ્યો છે વધારો
10:20 AM Oct 23, 2025 IST | Mujahid Tunvar
પાછલા કેટલાક સમયથી અમેરિકા સાથેના ખરાબ સંબંધ સહિત અનેક મુશ્કેલીઓના કારણે ભારતીય Stock Market ની ચમક ઓછી થઈ ગઈ હતી, પરંતુ નવા વર્ષની સાથે જ શેરમાર્કેટની ચમક પરત ફરી છે. આજે ભારતીય શેરમાર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આ પાછળ અમેરિકાથી આવેલા ગૂડ ન્યૂઝને પણ કારણભૂત ગણવામાં આવી રહ્યાં છે, તો જૂઓ ક્યા શેરોમાં જોવા મળી રહ્યો છે વધારો

ભારતીય શેરબજારમાં (indian Stock Market) આજે શાનદાર તેજી આવી છે. કારણ કે કાલે અમેરિકામાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા હતા. નિફ્ટી 26,000થી ઉપર ખુલ્યું છે, જ્યારે સેન્સેક્સ 85,000થી ઉપર ખુલ્યું હતું. જોકે હાલમાં સેન્સેક્સમાં 720 વધીને 85,148 પર વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 200 પોઈન્ટ વધીને 26,070થી ઉપર વેપાર કરી રહ્યું છે. આઈટી સેક્ટરે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે લગભગ 2 ટકા ઉપર વેપાર કરી રહ્યો છે.

બીએસઈ ટોપ 30 શેરોની વાત કરીએ તો 29 શેરોમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. જ્યારે માત્ર 1 શેરમાં ઘટાડો છે. ઈન્ફોસિસના શેરમાં શાનદાર તેજી આવી છે, તે 3 ટકા ઉપર વધીને વેપાર કરી રહ્યો છે. માત્ર ઝોમેટોના શેરમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આઈટી શેરોમાં શાનદાર તેજી

આઈટી શેરોમાં આજે અદ્ભુત તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસમાં 3 ટકાનો વધારો, HCL ટેકનોલોજીના શેરમાં 2.50 ટકાનો તેજી જોવા મળી રહી છે, તેની સાથે TCSના શેરમાં 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- ચાંદી ₹20,000 સસ્તી : સિલ્વર ETFમાં 20%નો કડાકો, રોકાણકારોને શું કરવું જોઈએ?

આ શેરોમાં ધમાકેદાર તેજી

કિટેક્સ ગાર્મેન્ટ્સના શેર 12 ટકા વધીને 209 રૂપિયાથી ઉપર વેપાર કરી રહ્યા છે. ગારવેર હાય ટેકના શેર 11 ટકા ઉપર વેપાર કરી રહ્યા છે. વર્ધમાન ટેક્સટાઈલ્સના શેર 11 ટકા વધીને વેપાર કરી રહ્યા છે. રિલાયન્સ પાવરના શેરમાં 3 ટકાનો વધારો આવ્યો છે. SBI કાર્ડના શેરમાં 3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રાના શેરમાં પણ 3 ટકાનો વધારો આવ્યો છે.

અમેરિકાથી આવ્યા ગૂડ ન્યૂઝ

મીન્ટના એક અહેવાલમાં સામે આવ્યું છે કે અમેરિકામાંથી ભારત સાથે વેપારી કરાર થવાના છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકા ભારત પરના 50 ટકા ટેરિફને ઘટાડીને 15 ટકા સુધી લગાવવાનો છે. જો આવું થાય તો શેરબજારમાં વધુ વધારો આવી શકે છે. કોઈપણ કેસે આજે આ જ સેન્ટિમેન્ટને કારણે બજારમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે, ખબર આ પણ છે કે રશિયા અને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત થવાના છે.

સેક્ટરની વાત કરીએ તો આજે આઈટી સેક્ટરમાં 2.32 ટકાનો વધારો છે. જ્યારે પ્રાઈવેટ બેન્કિંગ સેક્ટર 1 ટકા ઉપર વેપાર કરી રહ્યો છે. તેની સાથે FMCG પણ 1.50 ટકા વધીને વેપાર કરી રહ્યો છે. તમામ સેક્ટર્સ ગ્રીન ઝોનમાં વેપાર કરી રહ્યા છે.

બીએસઈ પર 3,606 શેરોમાંથી 1,975 શેરો વધારા પર છે અને 1,435 શેરો ઘટાડા પર વેપાર કરી રહ્યા છે. 196 શેરો અપરિવર્તિત છે. 126 શેરો 52 અઠવાડિયાના હાઈ લેવલ પર વેપાર કરી રહ્યા છે, જ્યારે 27 શેરો 52 અઠવાડિયાના નીચલા સ્તર પર વેપાર કરી રહ્યા છે. 96 શેરોમાં અપર સર્કિટ અને 58 શેરો લોઅર સર્કિટ પર છે.

આ પણ વાંચો- સોના-ચાંદીમાં મોટો કડાકો, ચાંદી ઓલટાઇમ હાઇથી ₹25 હજાર તૂટી,એક જ દિવસમાં ચાંદીના ભાવ 10,500થી વધુ ઘટ્યા

Tags :
#ITStocks#NiftySensex#TopGainers#TrumpTradeDeal#USIndiaAgreementindianstockmarket
Next Article