ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stormy Rain : ગીરસોમનાથનું એક ગામ સંપર્ક વિહોણું, અમરેલીના રાજુલા-જાફરાબાદ-ખાંભામાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ

Stormy Rain : ગિરસોમનાથ જિલ્લાનું એક ગામ ધોધમાર વરસાદના કારણે સંપર્ક વિહોણું થઈ ગયું છે, તો બીજી તરફ અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજુલામાં માત્ર એક જ કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હોવાના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે, તો રૂપણ નદીના નીર રસ્તાઓ ઉપર આવી ગયા છે. તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અત્યાર સુધીમાં કમોસમી વરસાદથી કરોડો રૂપિયાના પાકોનું ધોવાણ થયું છે
06:33 PM Oct 31, 2025 IST | Mujahid Tunvar
Stormy Rain : ગિરસોમનાથ જિલ્લાનું એક ગામ ધોધમાર વરસાદના કારણે સંપર્ક વિહોણું થઈ ગયું છે, તો બીજી તરફ અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજુલામાં માત્ર એક જ કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હોવાના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે, તો રૂપણ નદીના નીર રસ્તાઓ ઉપર આવી ગયા છે. તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. અત્યાર સુધીમાં કમોસમી વરસાદથી કરોડો રૂપિયાના પાકોનું ધોવાણ થયું છે

ગિરસોમનાથ/અમરેલી :  ગુજરાતમાં કમોસમી વરસાદનું ( Stormy Rain ) તાંડવ વધુ તીવ્ર બન્યું છે, જેના કારણે ગીરસોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું શાણા ડુંગર ગામ ફરી એક વખત સંપર્ક વિહીન બન્યું છે. આ ઉપરાંત, અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે રૂપેણ, ધાતરવડી અને અશોકા નદીઓમાં પાણી આવ્યા છે. આ વરસાદથી ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન થયું છે.

ગીર જંગલના ઉપરવાસ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 100 મિ.મી.થી વધુ વરસાદ પડ્યો હોવાથી રૂપેણ નદીના પાણીએ ગામને જતા તમામ રસ્તાઓ પર ફરી વળ્યા છે. ગામના આશરે 200 પરિવારો અલગ પડ્યા છે, અને અવરજવર માટે વાહનો તથા પગપાળ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે. સ્થાનિક વાસીઓએ જણાવ્યું કે, "આ ત્રીજી વખત છે કે આવું થઈ રહ્યું છે. ખોરાક અને દવાઓની તંગી થઈ રહી છે, અને જંગલી વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ હોવાના કારણે ગામ લોકો માટે અસુરક્ષા સામે આવી છે."

  

તો બીજી તરફ અમરેલી જિલ્લામાં એક વખત ફરીથી કમોસમી વરસાદ શરૂ થયો છે. રાજુલા-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજુલાના ડુંગર, માંડળ, ડુંગરપરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા જેવા ગામોમાં મુશળધાર વરસાદ થયો છે. રાજુલામાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા રૂપણે નદીનું પાણી રસ્તાઓ ઉપર આવી ગઈ છે.

જાફરાબાદના વડલી, વઢેરા, ચિત્રાસર, ભાડા, શેલણા, ટીંબી ગામોમાં પણ વરસાદ વરસ્યો જેના કારણે ટીંબીની સ્થાનિક રૂપેણ નદી બે કાંઠે થઈ ગઈ છે. ખાંભાના ડેડાણ, ભૂંડણી, ત્રાકુડા, નાના બારમણ, મોટા બારમણ જેવા ગામોમાં વરસાદ થયો છે, અને ખાંભાની ધાતરવડી નદી તથા ડેડાણની અશોકા નદીમાં પૂર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજુલામાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે અને ત્રણ ગામો સંપર્ક વિહીન બન્યા છે.

ઉલ્લેખનિય છે કે, આ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કપાસ, મગફળી અને અન્ય ખરીફ પાકો પલળી ગયા છે, અને ઘાસચારો પણ બગડ્યો છે. ખેડૂત સંગઠનોએ સરકાર પાસે તાત્કાલિક વળતર અને વીમા યોજનાની માંગ કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ સરકારને ઝડપીમાં ઝડપી રાહત આપવાની માગ કરી છે. તો કોંગ્રેસે પોતાની આક્રોશ રેલીની પણ જાહેરાત કરી દીધી છે.

આ બધા વચ્ચે હવામાન ખાતાએ ફરીથી આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. IMDએ આગામી 2-3 દિવસમાં સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યો છે, અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. આ વરસાદથી પહેલેથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાં તણાવ વધ્યો છે, અને વધુ વરસાદની આગાહીથી ચિંતા વધી છે.

આ પણ વાંચો- Farmers Movement : કોંગ્રેસની ખેડૂતો માટે યાત્રા, સૌરાષ્ટ્રભરમાં 1થી 13 નવેમ્બર સુધી ધરણા, ઘેરાવ અને આક્રોશ યાત્રા

Tags :
#AmreliDamage#RajulaFlood#ShanaDungarGujaratDisasterUnseasonalrain
Next Article