Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America ના નવા કિંગ...ડોનાલ્ડ ટ્રમ્પ....

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 277 ઈલેક્ટોરલ વોટ ટ્રમ્પને મળ્યા જીત બાદ ટ્રમ્પે કહ્યું કે જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારા માટે કામ કરીશ વિજય બાદ ટ્રમ્પે કહ્યું,...
america ના નવા કિંગ   ડોનાલ્ડ ટ્રમ્પ
Advertisement
  • અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત
  • અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 277 ઈલેક્ટોરલ વોટ ટ્રમ્પને મળ્યા
  • જીત બાદ ટ્રમ્પે કહ્યું કે જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો
  • હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારા માટે કામ કરીશ
  • વિજય બાદ ટ્રમ્પે કહ્યું, 'અમે અમેરિકાને ફરી મહાન બનાવીશું'

America President : અમેરિકામાં રાષ્ટ્રપતિની (America President)ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આ દરમિયાન અમેરિકન મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીત જાહેર કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 277 ઈલેક્ટોરલ વોટ ટ્રમ્પને મળ્યા છે. આ જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સમર્થકો અને મતદાતાઓને સંબોધિત કરતા કહ્યું કે અમેરિકા ફરી એકવાર મહાન બનવા જઈ રહ્યું છે. તેમણે પોતાના મતદારોનો પણ આભાર માન્યો છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પ્રતિસ્પર્ધીઓનું સંપૂર્ણ ધ્યાન 7 સ્વિંગ સ્ટેટ્સ પર

તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પ્રતિસ્પર્ધીઓનું સંપૂર્ણ ધ્યાન 7 સ્વિંગ સ્ટેટ્સ પર હતું, જે તમામમાં ટ્રમ્પ આગળ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ આમાંથી બે જીત્યા છે. તમને જણાવી દઈએ કે વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રપતિ બનવા માટે બહુમતનો આંકડો 270 છે. કારણ કે અહીં કુલ 538 ઈલેક્ટોરલ કોલેજો છે અને જીતવા માટે 270 કે તેથી વધુની જરૂર છે. આગામી પ્રમુખ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા જ ચૂંટવામાં આવશે.

Advertisement

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો છે

ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિંગ રાજ્યના મતદારોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ. અમને સ્વિંગ રાજ્યના મતદારોનું સમર્થન પણ મળ્યું. આગામી ચાર વર્ષ અમેરિકા માટે સોનેરી સાબિત થવાના છે. જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો છે.

અમને ઐતિહાસિક અને શક્તિશાળી બહુમતી મળી છે - ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને મલમની જરૂર છે. હું તમારો પ્રેમ અનુભવું છું. હું તમને ખુબ ખુશી અને ગર્વની ક્ષણો આપીશ. અમેરિકાએ અમને ઐતિહાસિક અને શક્તિશાળી બહુમતી આપી છે અમે સેનેટમાં પ્રભુત્વ જમાવ્યું છે.

આ પણ વાંચો----જો Trump કાર્ડ ચાલ્યું તો ભારતને કેટલો ફાયદો..વાંચો....

હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારા માટે કામ કરીશ - ટ્રમ્પ

જીત બાદ પોતાના વિજય ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "દરરોજ, મારા શરીરના છેલ્લા શ્વાસ સુધી, હું તમારા અને તમારા બાળકો માટે કામ કરતો રહીશ. આ અમેરિકાનો સુવર્ણકાળ છે. અમે સાથે મળીને અમેરિકાને ફરીથી મહાન બનાવીશું. ઉત્તર કેરોલિના અમે જ્યોર્જિયા અને પેન્સિલવેનિયા જીત્યા, અમે અલાસ્કા જીતી રહ્યા છીએ, અમે 315 થી આગળ વધીશું."

વિજય બાદ ટ્રમ્પે કહ્યું, 'અમે અમેરિકાને ફરી મહાન બનાવીશું'

અમેરિકાની ચૂંટણીમાં જીત મેળવીને 47માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકી લોકોનો આભાર. આવો નજારો આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય. અમે અમારી સરહદ મજબૂત કરીશું. દેશની તમામ સમસ્યાઓનું સમાધાન કરાશે.

ટ્રમ્પે જીતનો શ્રેય પોતાના પરિવારને આપ્યો

ટ્રમ્પે તેમના વિજય ભાષણ દરમિયાન તેમની પત્નીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મતેણે આ જીતનો શ્રેય તેની પત્ની અને બાળકોને પણ આપ્યો. આ દરમિયાન તે તેની સાસુ અમલ્યાને યાદ કરવાનું ભૂલ્યા ન હતા.

આ પણ વાંચો----ટ્રમ્પ જ્યાં રહેશે તે White House માં એવું તો શું છે કે સહુ દંગ થઇ જાય છે

Tags :
Advertisement

.

×