ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના ખીજડીયા ગામમાં 35 લાખના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરના ખીજડીયા ગામની મુલાકાતે જતાં લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા.. ગામ લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતુ
11:51 PM Oct 03, 2025 IST | Mujahid Tunvar
કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરના ખીજડીયા ગામની મુલાકાતે જતાં લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા.. ગામ લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતુ

જામનગર :  ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લાના ખીજડીયા ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં ગ્રામજનો માટે અગત્યના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે કુલ રૂ. 35 લાખના ખર્ચે તૈયાર થયેલા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ વિકાસકાર્યોમાં મુખ્યત્વે આયુષ્માન આરોગ્ય મંદિર અને પેવર બ્લોકના કામનો સમાવેશ થાય છે. આયુષ્માન આરોગ્ય મંદિર ગ્રામજનોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે, જ્યારે પેવર બ્લોકના કામથી ગામના રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે. આ પ્રોજેક્ટ્સ ગ્રામ વિકાસને વેગ આપશે અને સ્થાનિક લોકોના જીવનમાં સુધારો લાવશે.

આ પણ વાંચો- Mudda Ni Vaat : બન્યા નવા પ્રદેશ પ્રમુખ હવે Jagdish Vishwakarma સૌથી પહેલાં કરશે આ કામ!

લોકાર્પણ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ આ પ્રસંગે ગ્રામજનોને સંબોધિત કરતા જણાવ્યું કે સરકાર ગ્રામ વિકાસ પર વિશેષ ધ્યાન આપી રહી છે અને આવા પ્રોજેક્ટ્સથી ગામડાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમ ગુજરાત સરકારના ગ્રામ વિકાસ કાર્યક્રમોના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે.  ઉલ્લેખનિય છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલની ગામડામાં આવવાની વાતથી ગામવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

રાઘવજી પટેલનું ભાવભીનું સ્વાગત પણ ગામવાસીઓ તરફથી કરવામાં આવ્યું હતું. 35 લાખ રૂપિયાના વિકાસકાર્યોથી આગામી સમયમાં ગામમાં આમૂલ પરિવર્તન આવશે, જે ગામજનોના જીવનમાં સકારાત્મકતા લાવશે.

આ પણ વાંચો- જ્યોતિ મલ્હોત્રા પછી વધુ બે યૂ-ટ્યૂબરની ધરપકડ, PAK માટે કરતા હતા જાસૂસી?

Tags :
#AyushmanArogyaMandir#Khijdia#RaghavajiPatelagricultureministerGujaratGovernmentJamnagarlaunchRuralDevelopment
Next Article