Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘Border 2’ માં અહાન શેટ્ટીનો ફર્સ્ટ લુક આવ્યો સામે, દમદાર રોલમાં દેખાયો સુનિલ શેટ્ટીનો દીકરો

અનુરાગસિંહના ડાયરેક્શનમાં બની રહેલી ‘બોર્ડર 2’ ફિલ્મમાં હવે અહાન શેટ્ટીનો પ્રથમ લુક સામે આવ્યો છે. સુનિલ શેટ્ટીના દીકરાના Look ને જોઈને ફેન્સમાં ખુશી છવાઈ છે. દર્શકો આ અપકમિંગ (Upcoming) ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
‘border 2’ માં અહાન શેટ્ટીનો ફર્સ્ટ લુક આવ્યો સામે  દમદાર રોલમાં દેખાયો સુનિલ શેટ્ટીનો દીકરો
Advertisement
  • અપકમિંગ ધમાકેદાર Border 2 ફિલ્મ
  • સેટ પરથી સામે આવ્યો અહાન શેટ્ટીનો First Look
  • રક્તરંજિત વર્દીમાં દમદાર સુનિલ સેટ્ટીના દીકરાનો Look
  • અનુરાગસિંહના ડાયરેક્શનમાં બની રહી છે બોર્ડર-2 ફિલ્મ

‘Border 2’ ફિલ્મને લઈને લોકોની આતૂરતા વધી રહી છે. ત્યારે હવે અહાન શેટ્ટીનો ફર્સ્ટ લુક (First Look) સામે આવ્યો છે. અગાઉ દિલજીત દોસાંઝ, સની દેઓલ અને વરૂણ ધવન પછી અને અહાન શેટ્ટીની તસવીર પણ સામે આવી ગઈ છે. આ તસવીરમાં અહાન શેટ્ટીનો લુકઆઉટ (Lookout) જોવા મળે છે. અહાન શેટ્ટી લોહીથી લથપથ વર્દીમાં હાથમાં મોર્ટાર ગન સાથે દેખાઈ રહ્યો છે. સાથે જ તેના ચહેરા પર આક્રમકતા અને ભયંકર આગ ઝરતો ગુસ્સો પણ છલકી રહ્યો છે. આ લુકથી ચોક્કસ કહી શકાય કે, બોર્ડર 2 ફિલ્મ અહાન શેટ્ટીના કરિયરને આસમાનમાં પહોંચાડશે.

T-Series એ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

ટી સિરિઝ ફિલ્મ્સના ઈન્સ્ટાગ્રામ પેજ પર અહાન શેટ્ટીના ફર્સ્ટ લુકને પોસ્ટ કરવામાં આવ્યો છે. અહાન શેટ્ટીના પોસ્ટર પર લોકો ફાયર ઈમોજી (Fire emoji) મૂકીને પોતાનું રિએક્શન આપી રહ્યા છે. કેટલાક ફેન્સે કોમેન્ટ કરીને માગ કરી છે કે, ફિલ્મનું ટ્રેઈલર જલદીમાં જલદી રિલિઝ કરવામાં આવે. કોમેન્ટની વાત કરીએ તો કેટલાક લોકોએ અહાનના પોસ્ટર નીચે બ્લોકબસ્ટર (Blockbuster) લખ્યું. તો અન્યએ લખ્યું કે, પોસ્ટરમાં જેટલો દમ દેખાય છે, ફિલ્મ પણ એટલી જ ધમાકેદાર હશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by tseriesfilms (@tseriesfilms)

Advertisement

ક્યારે રિલિઝ થશે ‘Border 2’ મુવી?

ટી સિરિઝ અને જેપી ફિલ્મ્સ (T-Series and Jaypee Films) ના બેનર હેઠળ બનનારી બોર્ડર 2 ફિલ્મ આગામી વર્ષની શરૂઆતમાં જ રિલિઝ થશે. આ ફિલ્મ આગામી વર્ષ 2026માં જાન્યુઆરીની 23 તારીખે થિયેટર્સમાં ધૂમ મચાવશે. બોર્ડર 2 ફિલ્મમાં મેઘા રાણા, મોનાસિંહ અને સોનમ બાજવા પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મને ભૂષણ કુમાર, જે.પી.દત્તા અને નિધિ દત્તાએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મને લઈને દર્શકો અને ચાહકોમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર્શકો અપેક્ષા રાખી રહ્યા છે કે, વર્ષ 1997માં બનેલી બોર્ડર જેવી જ આ ફિલ્મ હશે. જે દર્શકોને ઝડકી રાખશે. પહેલા બનેલી બોર્ડર ફિલ્મમાં સુનિલ શેટ્ટી, સની દેઓલ, અક્ષય ખન્ના, જેકી શ્રોફ, સુદેસ બેરી, પુનીત ઈસ્સર, કુલભૂષણ ખરબંદા અને રણજીત જેવા અનેક કલાકારો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો- Dhurandhar માં અક્ષય ખન્નાની એન્ટ્રી સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

Tags :
Advertisement

.

×