ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : એક જ દિવસમાં OPDમાં 14,152 દર્દીઓ! શિયાળો આવતા જ અમદાવાદીઓ ધરાશાયી

Ahmedabad : શિયાળાની શરૂઆત સાથે જ અમદાવાદમાં રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે. શરદી, ખાંસી અને ઉધરસ જેવા સામાન્ય રોગો સાથે ચિકનગુનિયા, ડાયરિયા અને હિપેટાઇટિસ જેવા ગંભીર કેસ પણ વધ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર એક જ દિવસમાં OPDમાં 14,152 દર્દીઓ નોંધાયા, જે આ વર્ષના સરેરાશ કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.
05:11 PM Dec 10, 2025 IST | Mujahid Tunvar

આ આંકડા સોલા GMERS સિવિલ હોસ્પિટલના ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયાના છે, જ્યાં ડિસેમ્બર 23થી 29 દરમિયાન OPDમાં 10,080થી વધુ દર્દીઓ આવ્યા હતા, જેમાંથી 1,080ને દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિનામાં કુલ OPD રજિસ્ટ્રેશન 43,331ના આંકડા સુધી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી રહી છે, જેમાં શિયાળાની ઋતુમાં વાયુમંડળીય પરિવર્તન અને વાયુ પ્રદૂષણને કારણે શ્વાસની નળીઓ સંબંધિત રોગોમાં વધારો થયો છે.

Ahmedabad  : શિયાળામાં વધતા રોગો, આંકડાઓ શું કહે છે

શરદી-ખાંસી-ઉધરસ : શિયાળાની ઠંડી અને શુષ્ક હવામાનને કારણે આ રોગોમાં 30-40% વધારો જોવા મળ્યો છે. OPDમાં આવતા દર્દીઓનું 60%થી વધુ પ્રમાણ આ જ વિભાગમાં છે.

ચિકનગુનિયા : સોલા સિવિલમાં 3 કેસ નોંધાયા, જે મચ્છરોના કારણે ફેલાતા વાયરલ રોગનું સંકેત છે. આ મહિનામાં કુલ 51 કેસ થયા, જેમાંથી મોટા ભાગના ડિસેમ્બરના છે.

ડાયરિયા : 33 કેસ નોંધાયા, જેમાંથી મોટા ભાગના વોટરબોર્ન છે. ડિસેમ્બરમાં કુલ 47 કેસ થયા, જે પાણીની ગુણવત્તા અને ઠંડીમાં ડિહાઇડ્રેશનને કારણે વધ્યા.

હિપેટાઇટિસ : 4 કેસ નોંધાયા, જેમાં વાયરલ હિપેટાઇટિસનું પ્રમાણ વધ્યું છે. મહિનામાં કુલ 31 કેસ થયા.

સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું કે, "શિયાળામાં રોગોનું પ્રમાણ વધવું સ્વાભાવિક છે, પરંતુ આ વખતે OPDમાં દર્દીઓની સંખ્યા અગાઉના વર્ષ કરતાં 20% વધુ છે." અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને આરોગ્ય વિભાગે ચેતવણી જારી કરી છે કે લોકોને ઠંડીમાં માસ્ક પહેરવા, હાથ ધોવા અને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી છે. જો તાવ, ઉલટી કે ડાયરિયાના લક્ષણો દેખાય તો તુરંત હોસ્પિટલમાં જવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Surat : રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ, ફાયર વિભાગના 3 જવાન ઇજાગ્રસ્ત થયા!

Tags :
Ahmedabad HealthChikungunya CasesOPD RecordSola Civil HospitalWinter Diseases
Next Article