Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ગ્રામ્ય કોર્ટમાં 17 મદદનીશ સરકારી વકીલ પતરાના શેડ નીચે બેસવા મજબૂર

સરકારી વકીલો જ ઓફિસમાં AC હોવા છતાં પણ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે
ahmedabad  ગ્રામ્ય કોર્ટમાં 17 મદદનીશ સરકારી વકીલ પતરાના શેડ નીચે બેસવા મજબૂર
Advertisement
  • સરકારનો પક્ષ રાખનાર સરકારી વકીલ સાથે ઓરમાયું વર્તન
  • અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સરકારી વકીલો પરસેવાથી ન્હાઈ રહ્યા છે
  • ઓફિસમાં લગાવવામાં આવેલા 2 AC છેલ્લા દોઢ 2 મહિનાથી બંધ

Ahmedabad: ગુજરાત રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, લોકો આકરી ગરમીના લીધે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઘર કે ઓફિસમાં ACમાં રહેવા મજબૂર થઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જે લોકોને ન્યાય અપાવવા માટે કામ કરી રહ્યા છે એ સરકારી વકીલો જ ઓફિસમાં AC હોવા છતાં પણ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

ઓફિસમાં લગાવવામાં આવેલા 2 AC છેલ્લા દોઢ 2 મહિનાથી બંધ

અમદાવાદના મિરઝાપુર ખાતે આવેલી અમદાવાદ જિલ્લા ગ્રામ્ય અદાલતને ઇન્કમટેક્સ ખાતેની જૂની હાઈકોર્ટ ખાતે લાવવામાં આવી છે અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટના સરકારી વકીલો ( પબ્લિક પ્રોસિક્યુટર ) ને ગ્રાઉન્ડ ફ્લોરની બિલ્ડિંગ પર ઓફિસ આપવામાં આવી છે. જેમાં 2 AC ઓફિસમાં પણ લાગેલા છે તેમ છતાં સરકારી વકીલોને ગરમીમાં પરસેવો પડી રહ્યો છે. ગ્રામ્ય કોર્ટમાં સરકારી ઓફિસમાં લગાવવામાં આવેલા 2 AC છેલ્લા દોઢ 2 મહિનાથી બંધ હાલતમાં છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સચિવાલયમાં તમામ બ્લોકની કચેરીઓ 110 કરોડના ખર્ચે એર કન્ડીશનરથી સજ્જ કરાશે.

Advertisement

અધિકારીઓ દ્વારા સરકારી જવાબો મળી રહ્યા છે કે રિપેર થઈ જશે

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સરકારી વકીલોની બેઠક વ્યવસ્થા માટે એક રૂમ ફાળવવામાં આવ્યો છે. જેમાં 2 AC લગાવવામાં આવ્યા છે પરંતુ એ AC ઉનાળાની શરૂઆતથી જ બંધ હાલતમાં છે. જેના કારણે સરકારી વકીલોને પંખાના સહારે રહેવું પડી રહ્યું છે. AC રિપેર કરવા માટે સરકારી વકીલો દ્વારા 4 વખત રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ સરકારી વકીલોને પણ જવાબદાર અધિકારીઓ દ્વારા સરકારી જવાબો મળી રહ્યા છે કે રિપેર થઈ જશે.

Advertisement

"ગ્રામ્ય કોર્ટના વકીલોની બેઠક વ્યવસ્થા માટે કામ ગોકળગતિએ"

અમદાવાદના ઇન્કમ ટેક્સ નજીક શરૂ કરવામાં આવેલ ગ્રામ્ય કોર્ટમાં કેસ અને રોજના અરજદારોની સંખ્યા હજારોમાં છે ત્યારે તે સંખ્યાને જોતા પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ જોવા મળે છે. સાથે સાથે નોટરી અને વકીલોને પરિસરમાં બેસવા માટેની વ્યવસ્થા આપવામાં આવી છે. ત્યાં હવે જૂના પતરાના શેડ હટાવી નવા શેડ લગાવવાની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે અંગ દઝાડતી ગરમીમાં વકીલોને પણ પોતાનું રોજિંદુ કામ કરવા માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે.

આ પણ વાંચો: Sonam Raghuwanshi: ન તો ભોજન ખાધું કે ન તો પોલીસ સાથે વાત કરી, સોનમ આખી રાત ફક્ત એક જ વાત કહેતી રહી

Tags :
Advertisement

.

×