Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ચંડોળા તળાવમાં ડૂબી જતાં 3 માસૂમોનાં મોત, ગઈકાલથી ગુમ હતા બાળકો!

ચંડોળા તળાવમાં ડૂબી જતાં 3 બાળકોનાં મોત શ્રમિક પરિવારનાં 3 બાળકો ચંડોળા તળાવમાં ડૂબ્યા ગઈકાલથી ગૂમ હતા બાળકો, પરિવારે શોધખોળ આદરી હતી ઇસનપુર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી અમદાવાદમાંથી (Ahmedabad) એક ચોંકાવનારા બનાવનાં સમાચાર આવ્યા છે. ચંડોળા તળાવમાં...
ahmedabad   ચંડોળા તળાવમાં ડૂબી જતાં 3 માસૂમોનાં મોત  ગઈકાલથી ગુમ હતા બાળકો
  1. ચંડોળા તળાવમાં ડૂબી જતાં 3 બાળકોનાં મોત
  2. શ્રમિક પરિવારનાં 3 બાળકો ચંડોળા તળાવમાં ડૂબ્યા
  3. ગઈકાલથી ગૂમ હતા બાળકો, પરિવારે શોધખોળ આદરી હતી
  4. ઇસનપુર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

અમદાવાદમાંથી (Ahmedabad) એક ચોંકાવનારા બનાવનાં સમાચાર આવ્યા છે. ચંડોળા તળાવમાં (Chandola lake) ડૂબી જતાં 3 બાળકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી છે. ચંડોળા તળાવમાં નાહવા પડેલા શ્રમિક પરિવારનાં 3 બાળકો તળાવમાં ડૂબી જતાં ત્રણેયનાં મોત થયા હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. આ મામલે ઇસનપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : મોડી રાતે હત્યાની હચમચાવતી ઘટના, 22 વર્ષીય યુવકનું જીવલેણ હુમલામાં મોત

ચંડોળા તળાવમાં ડૂબી જતાં શ્રમિક પરિવારનાં 3 બાળકોનાં મોત

અમદાવાદમાં (Ahmedabad) દાણીલીમડા નજીક આવેલા ચંડોળા તળાવનાં રિ-ડેવલપમેન્ટની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન, તળાવમાં 3 બાળકો ડૂબી જતાં તેમનાં મોત નીપજ્યાં હોવાની દુ:ખદ ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, શ્રમિક પરિવારનાં 3 બાળકો ચંડોળા તળાવમાં (Chandola lake) નહાવા માટે ગયા હતા. જો કે, તે દરમિયાન ડૂબી જતાં ત્રણેય બાળકોનાં મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા ઇસનપુર પોલીસ (Isanpur Police) ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : ફોરેસ્ટ ગાર્ડની ભરતી મુદ્દે આંદોલન યથાવત્, BJP નાં આ બે MLA પણ મેદાને!

Advertisement

મૃતક બાળકોની ઉંમર 10 થી 12 વર્ષ

તપાસ મુજબ, મૃતક બાળકોની ઓળખ મેહુલ દેવીપૂજક, આનંદ દંતાણી, અને જિત્રેશ દંતાણી તરીકે થઈ છે. બાળકોની ઉંમર 10 થી 12 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. બાળકો સોમવારથી ગુમ હતા. ત્યારે પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, ચંડોળા તળાવ નજીક ત્રણેય બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારજનો તાત્કાલિક બાળકોને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ત્યાં હાજર તબીબે ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય બાળકોનાં મોતથી પરિવારજનોનો ભારે શોકમાં ગરકાવ થયો છે. આ મામલે ઇસનપુર પોલીસે (Isanpur Police) હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Mehsana : કાળમુખા વાઇરસે વધુ એક માસૂમનો લીધો જીવ, 12 વર્ષીય બાળકીનું મોત

Tags :
Advertisement

.