Ahmedabad : ઉત્તરાયણ દરમિયાન 42 લોકો ઈજાગ્રસ્ત : સિવિલ હોસ્પિટલના ચોંકાવનારા આંકડા
- Ahmedabad : ઉત્તરાયણની ઉજવણીમાં માંજાનું તાંડવ: 17 દર્દીઓની હાલત ગંભીર, 2 વેન્ટિલેટર પર
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉત્તરાયણના ઈજાગ્રસ્તોની સંખ્યા 42 પહોંચી, 4ના મેજર ઓપરેશન
- પતંગના તહેવારમાં ઈજાનો વધારો : 29 પુરુષ અને 5 મહિલાઓ સહિત 42 ઘાયલ
- ઉત્તરાયણ 2026માં અમદાવાદમાં ઈજાના આંકડા જાહેર : 17 હોસ્પિટલમાં દાખલ, સેફ્ટી પર પ્રશ્ન
Ahmedabad : અમદાવાદમાં ઉત્તરાયણ ( Uttarayan ) દરમિયાન 42 લોકો ઈજાગ્રસ્ત : સિવિલ હોસ્પિટલના ચોંકાવનારા આંકડા ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખુશી અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે પણ પતંગના માંજાથી થતી ઈજાઓએ ચિંતા વધારી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલે ઉત્તરાયણ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓના આંકડા જાહેર કર્યા છે, જેમાં કુલ 42 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ આંકડા 14-15 જાન્યુઆરી 2026ના ઉત્તરાયણ તહેવારના છે, જેમાં પતંગ ઉડાવવા દરમિયાન માંજાના કારણે થયેલી ઈજાઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે આમાંથી 17 દર્દીઓની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. 4 દર્દીઓનું મેજર ઓપરેશન કરવું પડ્યું છે, જ્યારે 2 દર્દીઓ વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચેનો સંઘર્ષ કરી રહ્યા છે.
Ahmedabad માં જીવલેણ બનતી દોરી
ઉત્તરાયણ ગુજરાતમાં ખાસ તહેવાર છે જ્યાં લોકો પતંગ ઉડાવીને ખુશી વ્યક્ત કરે છે. પરંતુ આ તહેવારમાં વપરાતા ચાઈનીઝ માંજા અને અન્ય તીક્ષ્ણ દોરીને કારણે દર વર્ષે અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે. તો કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આ વર્ષે અમદાવાદમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઈજાગ્રસ્તોમાં 29 પુરુષ અને 5 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઈજાઓ મુખ્યત્વે ગળા, હાથ અને અન્ય શરીરના ભાગો પર માંજા કપાવાથી થાય છે, જે કેટલીક વખત જીવલેણ પણ બની જાય છે.
આ પણ વાંચો- Gujarat Local Elections: સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓ તેજ, જાણો બેઠકોની ફાળવણી
આ વર્ષે પણ સરકારે તહેવાર પહેલા સેફ્ટી અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું, પરંતુ તેમ છતાં આંકડા ચિંતાજનક છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે રાકેશ જોષીએ જણાવ્યું કે, "ઉત્તરાયણમાં પતંગ ઉડાવવા એ આનંદની વાત છે, પરંતુ સેફ્ટીના નિયમોનું પાલન કરવું જરૂરી છે. અમે દર વર્ષે આવા કેસ જોઈએ છીએ, અને આ વર્ષે પણ 42 દર્દીઓને તાત્કાલિક સારવાર આપવી પડી છે." ગંભીર હાલતમાં દાખલ 17 દર્દીઓમાંથી મોટા ભાગના માંજાના કારણે થયેલી ઊંડી ઈજાઓને કારણે છે, જેમાં રક્તસ્ત્રાવ અને અન્ય જટિલતાઓ સામેલ છે.
Ahmedabad : ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ છતાં...
પાછલા વર્ષોની તુલનામાં આ વર્ષે આંકડા કંઈક અંશે વધુ છે, જે સૂચવે છે કે લોકોમાં જાગૃતિ હજુ પણ અપૂર્ણ છે. ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચાઈનીઝ માંજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં તેનો ઉપયોગ થતો જોવા મળે છે. આ ઈજાઓ માત્ર વ્યક્તિગતને જ નહીં, પરંતુ પરિવાર અને સમાજને પણ અસર કરે છે. વેન્ટિલેટર પર રહેલા 2 દર્દીઓના કેસમાં ડોક્ટર્સને તેમની જિંદગી બચાવવા માટે સતત પ્રયત્નો કરવા પડી રહ્યા છે. મેજર ઓપરેશન કરાયેલા 4 દર્દીઓમાંથી કેટલાકને લાંબા સમયની સારવારની જરૂર પડશે.
રાજ્યભરમાં ગઈકાલના આંકડાની વાત કરીએ તો અત્યાર સુધી ખતરનાક માંજાએ પાંચ લોકોના જીવ હણી લીધા છે. આમ પાંચ લોકોનું જીવન ચાઈનિંઝ દોરી સહિત કાચવાળી ખતરનાક દોરીએ પાંચ જીવન કાંપી નાંખ્યા છે. તો વાસી ઉતરાયણના દિવસે એક આખા પરિવારનું મોત દોરીના કારણે થઈ ગયું છે.
આ પણ વાંચો- Surat : પતંગની દોરીએ પિતા-પુત્રીનો જીવ લીધો, માતાની હાલત ગંભીર


