ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : 7 વર્ષ જૂનો પાટીદાર અનામત આંદોલન કેસ : વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જ ફ્રેમ

Ahmedabad : એક સમયે પાટીદાર યુવાનોના ‘રોકસ્ટાર’ ગણાતા ગુજરાતની રાજનીતિમાં ધરતીકંપ લાવનાર અને આજે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો 2018નો સૌથી મોટો કેસ ફરી જીવંત થયો છે. આજે અમદાવાદની વધુ એક સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ સ્વેચ્છાએ હાજર થયા અને કોર્ટે તેમની સામે ઔપચારિક રીતે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે. આ કેસ પાટીદાર અનામત આંદોલનના તે સમયનો છે, જ્યારે હાર્દિકે ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસ ઉતર્યા હતા અને સમગ્ર ગુજરાતમાં તોફાન ફાટી નીકળ્યું હતું.
04:52 PM Nov 18, 2025 IST | Mujahid Tunvar

Ahmedabad : કોર્ટે ચાર્જ ફ્રેમ કરી દીધા!

આ કેસની શરૂઆત 25 ઓગસ્ટ 2018ના રોજ થઈ હતી. હાર્દિક પટેલે ગાંધીનગરના જીએમડીસી ગ્રાઉન્ડમાં અનામતની માંગણીને લઈને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ ઉપવાસ “જાહેરમાં આત્મહત્યાના પ્રયાસ”ના સ્વરૂપે ગણીને નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિત કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે આ ઉપવાસથી રાજ્યમાં આત્મહત્યાને પ્રોત્સાહન મળે તેવો સંદેશો ગયો હતો, જે ભારતીય દંડ વિધાનની કલમ 306 (આત્મહત્યા કરવા ઉશ્કેરવી) અને અન્ય કલમો હેઠળ ગુનો બને છે.

આ પણ વાંચો- Bhavnagar । “મારા ઘરનો માળો પીંખી નાખનારને કડક સજા થવી જોઈએ”

આ કેસમાં હાર્દિક પટેલ ઉપરાંત અન્ય આરોપીઓમાં ગીતા પટેલ, કિરણ પટેલ, લાલજી પટેલ સહિતના નામ છે. ગુનો નોંધાયા પછી હાર્દિક પટેલે લાંબો સમય સુધી કોર્ટમાં હાજરી આપી નહોતી. એક પછી એક તારીખો ગઈ, વોરન્ટ જાહેર થયું, નોન-બેલેબલ વોરન્ટ પણ જાહેર થયું પણ હાર્દિક હાજર નહોતા થતા. કોર્ટે અનેક વખત નારાજગી વ્યક્ત કરી હતી. આખરે આજે હાર્દિક પોતે કોર્ટમાં પહોંચ્યા અને કોર્ટે તેમની સામે ચાર્જ ફ્રેમ કરી દીધા.

કોર્ટે હાર્દિકને સ્પષ્ટ કહ્યું કે, “આટલા સમય સુધી ગેરહાજર રહેવું એ કોર્ટનું અપમાન છે. હવે દરેક તારીખે હાજર રહેવું પડશે.” આ કેસમાં બે આરોપી ગીતા પટેલ અને કિરણ પટેલે ડિસ્ચાર્જની અરજી કરી છે, જેના પર પણ આગામી સુનાવણીમાં ચર્ચા થશે. કેસ હવે ટ્રાયલના તબક્કામાં પહોંચી ગયો છે અને આગામી કેટલીક તારીખોમાં સાક્ષીઓની પૂછપરછ શરૂ થશે.

આ કેસ હાર્દિક પટેલના રાજકીય જીવનનો સૌથી જૂનો અને સૌથી વિવાદાસ્પદ કેસ છે. 2015માં અનામત આંદોલનની શરૂઆત કરનાર હાર્દિક પછી કોંગ્રેસમાં ગયા, 2022માં ભાજપમાં આવ્યા અને હવે ધારાસભ્ય છે. પણ આ કેસ હજુ પૂરો થયો નથી અને તેમના માટે હજુ માથાનો દુખાવો બની રહેશે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ કેસનો ઉપયોગ વિપક્ષ હજુ પણ હાર્દિક વિરુદ્ધ કરી શકે છે.

ચાર્જ ફ્રેમિંગ

આજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ D.P. મહીદા (અગાઉના કેસમાં જેમણે ચાર્જ ફ્રેમ કર્યા હતા)એ હાર્દિક અને તેમના બે સાથીઓ સામે ચાર્જ ફ્રેમ કર્યા. આ નવી ચાર્જશીટમાં જૂના પુરાવાઓને રિફ્રેશ કરીને રજૂ કરવામાં આવ્યા, કારણ કે કેસમાં વિલંબ થયો હતો (હાર્દિકની ધરપકડ, બેલ અને રાજકીય પ્રવેશને કારણે).

આ પણ વાંચો- Khambhalia : વિદેશી નાગરિક ઝડપાયો : વિઝા પૂરો થયા પછી પણ ગેરકાયદે રહેતો સીરિયન યુવક

Tags :
AhmedabadAhmedabad CourtCharge FrameHardik PatelPatidar MovementReservation MovementViram Gaam
Next Article