ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: IPLની ફાઈનલ મેચ પહેલા મોટી દુર્ઘટના ટળી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બાટલો ફાટ્યો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો છે. ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારી સામે આવી
11:02 AM Jun 03, 2025 IST | SANJAY
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો છે. ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારી સામે આવી

Ahmedabad: અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ પહેલા મોટી દુર્ઘટના ટળી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બાટલો ફાટ્યો છે. જેમાં સ્ટેડિયમ બહાર નાસ્તાની લારીમાં ગેસના બાટલામાં આગ ફાટી નિકળી છે ત્યારે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવવાની છે. IPL મેચમાં લાખો લોકોની અવરજવર પહેલા દુર્ઘટના બની છે.

ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો છે. ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારી સામે આવી છે. સવારના સમયે દુર્ઘટના થઈ હોવાની મોટી જાનહાનિ ટળી છે. સ્ટેડિયમના મુખ્ય રોડ પર હાલ ભયનો માહોલ જોવા મળ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઈનલ મેચ આજે 3 જૂન, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. આ મેચ બંને ટીમો માટે ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે બંને ટીમો અત્યાર સુધી IPLનું ટાઈટલ જીતી શકી નથી. આ વખતે, અમદાવાદના આ ભવ્ય મેદાન પર એક ટીમનો 17 વર્ષનો ટાઈટલ દુકાળ સમાપ્ત થશે, અને IPLને નવો ચેમ્પિયન મળશે.

આ ટીમે 9 વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશ કર્યો

RCBએ પ્રથમ ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ટીમે 9 વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જે ચાહકો માટે ઉત્સાહનો વિષય છે. બીજી તરફ, પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ 5 વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને 11 વર્ષ બાદ ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે. બંને ટીમોની આ સફર રોમાંચક અને નાટકીય રહી છે, જે આ મેચને વધુ રસપ્રદ બનાવે છે. IPLના 17 વર્ષના ઈતિહાસમાં RCB અને PBKS એવી બે ટીમો છે, જેમણે હજુ સુધી ટ્રોફી જીતી નથી. આ ફાઈનલ મેચ એટલે એક નવી શરૂઆત, જ્યાં એક ટીમ ઈતિહાસ રચશે. બંને ટીમોના ચાહકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ મેચ માત્ર ટાઈટલ જીતવાની નહીં, પરંતુ વર્ષોના નિષ્ફળતાના દુકાળને ખતમ કરવાની પણ લડાઈ છે.

BCCIએ આ ફાઈનલ મેચને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લીધી

BCCIએ આ ફાઈનલ મેચને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને મેચ પૂર્ણ કરવા માટે 120 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત, 4 જૂનનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે, જેથી વરસાદના કારણે મેચ રદ થાય છે તો બીજા દિવસે ચાહકો મેચનો આનંદ લઇ શકે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, જે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંથી એક છે. આ સ્ટેડિયમની ભવ્યતા અને ચાહકોનો ઉત્સાહ આ ફાઈનલને યાદગાર બનાવશે. RCB અને પંજાબની ટીમો આ મેદાન પર પોતાનો શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: Lord Jagannath: ભગવાન જગન્નાથનો રથ સુખોઈ જેટના ટાયર પર ચાલશે, જાણો કઈ કંપનીએ આ ખાસ પૈડા પૂરા પાડ્યા

 

Tags :
Ahmedabadahmedabad gujarat newsGujaratGujarat FirstGujarat todayGujarati NewsGujarati Top NewsIPLNarendra Modi StadiumTop Gujarati NewsTragedy
Next Article