Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ગેલેરીમાંથી પડતું મૂકી પરિણીતાએ આપઘાત કર્યો, કારણ ચોંકાવનારું!

આ મામલે મૃતક મહિલાનાં ભાઈએ નારોલ પોલીસ સ્ટેશનમાં ( Narol Police Station) ફરિયાદ કરી છે.
ahmedabad   ગેલેરીમાંથી પડતું મૂકી પરિણીતાએ આપઘાત કર્યો  કારણ ચોંકાવનારું
Advertisement
  1. Ahmedabad નાં નારોલમાં ગેલેરીમાંથી પડતું મુકતા મહિલાનું મોત
  2. પતિ ઝઘડો કરી માર મારવા જતાં મહીલાએ પડતું મૂક્યું
  3. નાની-નાની બાબતોમાં મહિલાનો પતિ ત્રાસ આપતો હતો
  4. છૂટાછેડા લેવા માટે પણ મહિલાનો પતિ દબાણ કરતો હતો

અમદાવાદનાં (Ahmedabad) નારોલ વિસ્તારમાં આપઘાતની એક ઘટના બની છે. પરિણીત મહિલાએ પતિની મારઝૂડ અને ત્રાસથી કંટાળીને ઘરની ગેલેરીમાંથી પડતું મૂકીને જીવન ટુંકાવ્યું છે. આ મામલે મૃતક મહિલાનાં ભાઈએ નારોલ પોલીસ સ્ટેશનમાં ( Narol Police Station) ફરિયાદ કરી છે. ફરિયાદમાં આરોપ છે કે, પતિ નાની-નાની બાબતે ઝઘડો કરી પત્ની સાથે મારઝૂડ કરતો હતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : મોલની ડિઝાઈન, ઇમરજન્સી એક્ઝિટ અંગે ચોંકાવનારા ખુલાસા! તંત્રની કાર્યવાહી સામે પણ સવાલ

Advertisement

પતિની મારઝૂડથી કંટાળી પત્નીનો આપઘાત

અમદાવાદનાં (Ahmedabad) નારોલ વિસ્તારમાં એક પરિણીત મહિલા દ્વારા આપઘાત કર્યાંની ચકચારી ઘટના બની છે. મૃતક મહિલાનાં ભાઈએ નારોલ (Narol) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને મૃતક બહેનનાં પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. ફરિયાદમાં થયેલા આરોપ અનુસાર, મૃતક પરિણીત મહિલાનો પતિ નાની-નાની બાબતે વારંવાર ઝઘડો કરતો અને મારઝૂડ કરતો હતો.

Advertisement

આ પણ વાંચો - Surendranagar : વાડીમાં સૂતા હતા પિતા-પુત્ર, મોડી રાતે તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા અજાણ્યા શખ્સો અને..!

પતિ છૂટાછેડા લેવા માટે કરતો હતો દબાણ

પતિ પત્નીને છૂટાછેડા લેવા માટે દબાણ પણ કરતો હતો. પતિનાં વારંવાર ત્રાસથી અને મારઝૂડથી કંટાળીને પરિણીત મહિલાએ ઘરની ગેલેરીમાંથી પડતું મૂકીને જીવન ટુંકાવ્યું હતું. આ મામલે નારોલ પોલીસે (Narol Police) મૃતક મહિલાનાં ભાઈની ફરિયાદનાં આધારે ગુનો નોંધીને પતિની ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : યુવાધનને નશાના રવાડે ચઢાવનારો રીઢો ગુનેગાર ઝડપાયો, આ લોકોને કરતો હતો સપ્લાય!

Tags :
Advertisement

.

×