Ahmedabad: શહેરના બોપલ વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સના શો-રૂમમાં લૂંટની ઘટના
- જ્વેલર્સના શો-રૂમમાં ડેકોરેશનમાં મૂકેલા દાગીનાની ચોરી થઇ
- ચાર લૂંટારો જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરીને ફરાર થયા છે
- સાઉથ બોપલમાં મેરીગોલ્ડ પાસે કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઇ
Ahmedabad: શહેરના બોપલ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. જેમાં સાઉથ બોપલમાં મેરીગોલ્ડ પાસે કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઇ છે. તેમાં ચાર લૂંટારુઓ જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરીને ફરાર થયા છે. જેમાં ત્રણ લૂંટારો દુકાનમાં પ્રવેશ્યા હતા તથા એક લૂંટારો દુકાન બહાર પહેરો ભરતો હતો. જેમાં ત્રણ લૂંટારો સોના ચાંદીના દાગીના ભરેલી થેલી લઈ ફરાર થયા છે. તેમાં લૂંટારુઓ લાખો રૂપિયાના દાગીના ચોરી ફરાર થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. જેમાં બોપલ પોલીસ (Police) દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.
Ahmedabad ના Bopal વિસ્તારમાં ધોળા દિવસે ચાર લૂંટારોઓ જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરીને ફરાર@AhmedabadPolice #Ahmedabad #Bopal #KanakpuraJewellers #ArmedRobbery #PoliceInvestigation #SouthBopal #GoldTheft pic.twitter.com/4HIa0d0tmb
— Gujarat First (@GujaratFirst) January 2, 2025
જ્વેલર્સના શો-રૂમમાં ડેકોરેશનમાં મૂકેલા દાગીનાની ચોરી થઇ
જ્વેલર્સના શો-રૂમમાં ડેકોરેશનમાં મૂકેલા દાગીનાની ચોરી થઇ છે. જેમાં ડેકોરેશન મૂકેલા દાગીના સાચા હતા કે ખોટા તેની પણ તપાસ કરવામાં આવશે. જો દાગીના સાચા નીકળશે તો લૂંટ આંક મોટો આવે તેવી શક્યતા છે. જેમાં વેપારીને બંદુકની અણી બતાવીને લૂંટ કરી હતી. તેમજ પોલીસ (Police) દ્વારા FSL ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવશે.
બપોરના સમયે ચાર લૂંટારુઓએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી
બપોરના સમયે ચાર લૂંટારુઓએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસે (Police) નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી છે. શહેરના પોશ ગણાતા વિસ્તારમાં ત્રણ લુંટારા દુકાનમાં લૂંટ માટે પ્રવેશ્યા હતા જ્યારે એક લૂંટારો દુકાનની બહાર પહેરો ભરી રહ્યો હતો. લૂંટારા સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી લઇને ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ થતા જ બોપલ પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચી હતી અને CCTV કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Gujarat: BZ Groupના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે સોશિયલ મીડિયાના સહારે
ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ કરી છે
તાજેતરમાં જ આંગડિયા પેઢીનો એક કર્મચારી લૂંટાયો હતો. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ધારા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. જેમાં લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. એક્ટિવા પર આવેલા બે શખ્સો લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ગાડી પગ પર ચઢાવી દીધી હોવાનું કહીને આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝઘડો કરીને લૂંટ ચલાવી હતી. બનાવની વિગત જોઇએ તો સી.જી.રોડ સુપર મોલ ખાતે આવેલ ધારા આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઇને નીકળેલા આંગડિયા પેઢીના કર્મચારીને સહજાનંદ કોલેજ ચાર રસ્તા પર એક્ટિવા પર આવેલા બે શખ્સોએ રોક્યા હતા. આ દરમિયાન કાર ચાલકને તમે મારા પગ ઉપર ગાડી ચઢાવી દીધી છે તેમ કહીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન બાઇક પર આવેલા અન્ય બે અજાણ્યા શખ્સોએ કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો તોડીને કારમાં રહેલી બેગ કાઢીને ભાગી ગયા હતા.આ અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે (Police) વધુ તપાસ કરી છે.
આ પણ વાંચો: Gujarat ભાજપ સંગઠન સરચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા