Ahmedabad: બહારનું ખાવાના શોખીન માટે ચોંકાવનારી ઘટના
- Ahmedabad માં 24 કલાકમાં બીજી વાર રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત
- મણીનગરની પ્રિન્સ ભાજીપાઉંમાં ભોજનમાંથી જીવાત નીકળી
- નિકોલમાં ગઈકાલે સાંભારમાં વંદો નીકળ્યો હતો
Ahmedabad ની વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. જેમાં મણીનગરની પ્રિન્સ ભાજીપાઉંમાં ભોજનમાંથી જીવાત નીકળી છે. તેમાં ભાજીપાઉના પાઉમાંથી જીવાત નીકળી છે. ત્યારે ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરતા ખરાબ વર્તન કર્યું હતુ. વારંવાર આવી ઘટના બને છે છતાં ફૂડ વિભાગ નિંદ્રમાં છે.
ચોવીસ કલાકમાં બીજી વાર રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત
અમદાવાદ શહેરમાં ચોવીસ કલાકમાં બીજી વાર રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાની ઘટના બની છે. પ્રિન્સ ભાજીપાઉંમાંથી ગ્રાહકે ભાજીપાઉં લીધી હતી. જેમાં પાઉંમાં મચ્છર જેવુ જીવાત જોવા મળી રહી હતી. ત્યારે ગ્રાહકે આ મામલે મેનેજરને ફરિયાદ કરી હતી. જેમાં મેનેજરે ગ્રાહક સાથે અણછાજતું વર્તન કર્યાનો આરોપ ગ્રાહકે કર્યો છે. તેમજ નિકોલમાં ગઈકાલે સાંભારમાં વંદો નીકળ્યો હતો. ત્યારે ફૂડ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યાં છે.
Ahmedabad : તાજેતરની જીવાતને લગતી ઘટનાઓ જાણો
જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અને સતત હોટલ- રેસ્ટોરન્ટમાં જમવાની આદત બનાવી લીધી હોય તો એકવાર હોટલનું ભોજન જોઈ તપાસીને જ જમાવા બેસજો. કારણ કે, ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે આણંદના વાસદની સત્યનારાયણ હોટેલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. જેમાં હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી ઇયળ નીકળી છે. જેમાં નાનાબાળકે મસાલા પાપડમાં જીવતી ઈયળ જોઇ તે ખાતા અટકી ગયો અને બધાને જાણ કરતા મામલો સામે આવ્યો છે.
2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી
તાજેતરમાં જ અમદાવાદમાં 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી હતી. રાણીપની રિયલ પેપરિકા રેસ્ટોરન્ટને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે વસ્ત્રાલની બ્રિટિશ પીઝાને રૂપિયા 15 હજારનો દંડ ફટકાર્યો હતો. બંને રેસ્ટોરન્ટમાંથી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા.
બંને રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હતી
અત્રે જણાવીએ કે, બંને રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હતી. તેમજ શહેરની કોર્ટયાર્ડ બાય મેરિયોટ હોટલના ભોજનમાંથી જીવાત પડેલી જોવા મળી હતી. કોર્ટયાર્ડ બાય મેરિયટના Java માં જમવા ગયેલા ગ્રાહકે જીવાતનો વીડિયો બનાવ્યો હતો. થોડાદિવસ અગાઉ જ કબીર રેસ્ટોરન્ટ અને ઘી ગુડમાંથી પણ જીવાત નીકળી હતી. ત્યારે સમગ્ર ઘટના બાદ ગ્રાહકે કિચન વિઝિટની માગ કરતા હોટલ મેનેજમેન્ટે ઇન્કાર કર્યો હતો. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે ત્યારે હવે બહારનું ખાવાની આદત ધરાવતા લોકો માટે સાવચેત રહેવાની અપીલ છે.
આ પણ વાંચો: Rajkot: હોસ્પિટલમાં ગબ્બર ઈઝ બેક ફિલ્મ જેવી સ્ટોરી રિયલમાં બની