ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : અગોરા મોલ પાસે ટ્રકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી, ઘટના સ્થળે મોત

Ahmedabad : અગોરા મોલ પાસે ટ્રકે એક્ટિવા ચાલક મહિલાને ઉડાવી :  ઘટના સ્થળે મોત, ડ્રાઇવર પર કેસ
08:48 PM Sep 09, 2025 IST | Mujahid Tunvar
Ahmedabad : અગોરા મોલ પાસે ટ્રકે એક્ટિવા ચાલક મહિલાને ઉડાવી :  ઘટના સ્થળે મોત, ડ્રાઇવર પર કેસ

Ahmedabad : અમદાવાદના અગોરા મોલ પાસે થયેલી દુખદ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું મોત થયું છે. મદન ટ્રાન્સપોર્ટના RJ 09 GE 6168 નંબરના ટ્રકે પૂર્વઝડપે અને ગફલતથી ડ્રાઇવ કરતા એક્ટિવાને અડફેટે લીધું જેના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે પંચનામું કરીને વધુ તપાસ હાથ ધરી છે, અને ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના શહેરમાં વધતા રોડ એક્સિડન્ટને કારણે ટ્રાફિક પોલીસ અને શહેર વહીવટ માટે ચિંતાનો વિષય બની છે.

Ahmedabad :  મહિલા એક્ટિવા ચાલકનું મોત

ઘટના આજે સવારે અગોરા મોલની નજીકના વ્યસ્ત રસ્તા પર બની છે. જ્યાં મહિલા એક્ટિવા વાહન ચલાવીને જઈ રહી હતી. મદન ટ્રાન્સપોર્ટના ટ્રક (RJ 09 GE 6168)ના ડ્રાઇવરે પૂર્વઝડપે અને ગફલતથી વાહન ચલાવતા એક્ટિવાને અડફેટે લીધું છે. એક્ટિવા સાથે મહિલા ટ્રક નીચે આવી જતાં ઘટના સ્થળે જ મહિલાનું મોત નિપજ્યું હતું. આસપાસના લોકોએ તુરંત પોલીસને જાણ કરી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Patan : સાંતલપુર તાલુકામાં ખારી નદીમાં નાહવા ગયેલા 9 યુવાનો ડૂબ્યા : 1નું મોત, 4 લાપતા

Ahmedabad માં ઓવર સ્પીડના કારણે અકસ્માત

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ટ્રક ડ્રાઇવરે ટ્રાફિક નિયમોનું પાલન કર્યું નહતું. તે ઉપરાંત મળી રહેલી જાણકારી અનુસાર, ટ્રકની સ્પીડ ખુબ જ વધારે હોવાના કારણે કંટ્રોલ કરી શકાયું નહતું. તેથી મહિલાને બચાવી શકાઈ નહતી. આ દૂર્ઘટના અમદાવાદના ખુબ જ વ્યસ્ત રસ્તા પર બની હોવાના કારણે ખુબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ લાગી ગયો છે. પોલીસે પંચનામું કરીને વધુ તપાસ શરૂ કરી છે, અને ડ્રાઇવરને પૂછપરછ માટે લઈ ગયા છે. આ કેસમાં IPCની કલમ 304A (ગફલતથી મોત) અને મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટના અમદાવાદમાં બનતા રોડ એક્સિડન્ટની ગંભીર સમસ્યાને ઉજાગર કરે છે. તાજેતરમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ટ્રક અને બાઇક વચ્ચેની અકસ્માત વધી છે, જેમાં ઓવર સ્પીડ અને ગફલત મુખ્ય કારણો છે. ટ્રાફિક પોલીસ અને શહેર વહીવટ માટે આ ચિંતાનો વિષય બન્યો છે, અને તેઓ વધુ પેટ્રોલિંગ અને જાગૃતિ અભિયાનની યોજના કરી રહ્યા છે. આવી ઘટનાઓથી શહેરીજનોમાં ભયનું વાતાવરણ છે.

આ પણ વાંચો- AMC ના TDO પાસેથી મળી લાખો રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ ; ACB ની કડક કાર્યવાહી

Tags :
#ActiveMot#AgoraMall#MadanTransport#NegligentDriving#UrbanSafetyAhmedabadAhmedabadAccidentRoadSafetyTrafficPoliceTruckAccident
Next Article