ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Accident : 'મૈ ઝાલીમ હત્યારા...', પોતાના જ ગીતમાં તથ્યએ લખ્યા હતા આ શબ્દો, જુઓ Video

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 10 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. ત્યાર બાદ તથ્ય પટેલના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમા...
03:12 PM Jul 21, 2023 IST | Dhruv Parmar
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 10 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. ત્યાર બાદ તથ્ય પટેલના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમા...

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 10 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. ત્યાર બાદ તથ્ય પટેલના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમા હવે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ સામે આવી છે. જેમાં તે રેપ વીડિયો બનાવતો જોવા મળી રહ્યો છે.

SickkOfficials નામે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ

SickkOfficials નામે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ છે. જેમાં તેને 2 મહિના પહેલાં જ એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં તે રેપ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે રેપ સોંગનાં લિરિક્સમાં પોતે જ પોતાને ઝાલીમ હત્યારા તરીકે ઓળખાવી રહ્યો છે. જો કે આ તો ગીતનાં શબ્દો માત્ર છે પરંતુ હાલની સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક આ શબ્દો સાચા પડ્યા હોય એવું લાગી રહ્યું છે. આ વીડિયોમાં તથ્યને ઘણાં વ્યુ મળ્યા છે.

કચ્છનાં રણમાં ફિલ્માવવામાં આવ્યું છે સોન્ગ

આ વિડીયો કચ્છનાં રણમાં ફિલ્માવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. તેમાં લોકોએ તેને અભિનંદન આપતી કોમેન્ટ્સ પણ કરી છે. આ વિડીયોમાં 6 હજારથી વધારે વ્યુઝ છે જે હિટ એન્ડ રનની ઘટના બાદ સતત વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નબીરો તથ્ય પટેલ સારી લકઝરીયસ લાઈફ જીવતો દેખાય છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર ઘણાં ફોટોમાં જોવા મળી રહ્યો છે. તથ્ય પટેલની મોંઘી ગાડીઓ સાથે અને મોજ શોખ સાથેના ફોટોમાં જોવા મળી રહ્યા છે. તેમજ હજી એક અઠવાડિયા પહેલા જ તેને ઘણા નવા નવા ફોટો પોસ્ટ કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabad Accident : પંજાબી સોંગ પર ખૂલ્લા હાથે ગાડી ચલાવતો જોવા મળ્યો Tathya Patel, Video

Tags :
AccidentACPAhmedabadBhupendra PatelCMCrimeDcpGujaratIscon BridgePIPolice TeamPragnesh PatelSongsTathya Pateltraffic accidentviral videoYutube Channel
Next Article