ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : બાવળા-બગોદરા રોડ પર અકસ્માત, બગોદરા પોલીસ સ્ટેશનના ASIનું મોત

Ahmedabad : અમદાવાદ નજીક આવેલા બાવળ-બગોદરા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈનું મોત નિપજ્યું છે. આ અકસ્માત પછી જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બાવળા પોલીસે અકસ્માત પાછળના કારણોને જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તેથી અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવી શકે છે
11:47 PM Oct 10, 2025 IST | Mujahid Tunvar
Ahmedabad : અમદાવાદ નજીક આવેલા બાવળ-બગોદરા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈનું મોત નિપજ્યું છે. આ અકસ્માત પછી જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બાવળા પોલીસે અકસ્માત પાછળના કારણોને જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તેથી અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવી શકે છે

Ahmedabad : અમદાવાદ ગ્રામ્યના બાવળા-બગોદરા રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગંભીરસિંહ દાનુભા સોલંકી (વય 48)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ભાયલા ગામ પાસે કેરી (કાર) ડિવાઇડર સાથે અથડાતી જઈને સ્ટ્રીટલાઇટના થાંભલા સાથે ટક્કર થતાં આ અકસ્માત બન્યો છે. GIDC પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને મૃતદેહને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને મૃત જ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- Sanand : લોદરિયાદ ગામ નજીક પરિવારનું સામૂહિક આપઘાત, પોલીસ દોડતી થઈ

ઘટના બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે ASI સોલંકી પોતાની કેરી ગાડી લઈને બગોદરા તરફ જઈ રહ્યા હતા. અચાનક કાર નિયંત્રણથી બહાર થઈને ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી. ત્યારબાદ સ્ટ્રીટલાઇટના થાંભલા સાથે ધડાકાભેર ટક્કર થતા એસએસઆઈ ગંભીરસિંહને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આ ટક્કરથી કારનો આગળનો ભાગ તૂટી જવાના કારણે ASIને ગંભીર ઇજા થઈ હતી. હોસ્પિટલમાં ખસેડ્યા પહેલા જ તેમનું મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, આ રોડ પર ભારે ટ્રાફિક અને સ્પીડના નિયમોનું ઉલ્લંઘનના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. તે ઉપરાંત રોડ ઉપર રહેલા ખાડાઓ પણ અકસ્માત માટે કારણભૂત બનતા હોય છે.

ઘટનાની જાણ થતાં GIDC પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વ્યસ્ત રોડ હોવાના કારણે ટ્રાફિક ન સર્જાય તે માટે અકસ્માત પછી વાહનને રોડ ઉપરથી બાજુંમાં હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે ઉપરાંત અકસ્માત કેમ સર્જાયો હતો, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો, જ્યાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Kutch : મુન્દ્રા-કપાયા રોડ પર બોલેરો-બાઈકની ધડાકાભેર ટક્કર : 2 લોકોના ઘટનાસ્થળે મોત

Tags :
#ASIEmployeeDeath#BavlaBagodaraHighwayAccidentAccidentSanand
Next Article