Ahmedabad Accident : તથ્ય પટેલ કેસમાં સૌથી મોટા સમાચાર, FSL રિપોર્ટમાં તથ્યનું તથ્ય આવ્યું સામે, Video
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 10 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. ત્યાર બાદ તથ્ય પટેલના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હાલમાં...
03:38 PM Jul 24, 2023 IST
|
Dhruv Parmar
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 10 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. ત્યાર બાદ તથ્ય પટેલના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હાલમાં મળતી જાણકારી અનુસાર, FSL રિપોર્ટમાં ખૂલાસો થયો છે કે, જેગુઆર ગાડીની સ્પીડ 142.50 કિમી પ્રતિ કલાકની હતી.
મહત્વનું છે કે, ગત દિવસે જ DCP ટ્રાફિક પોલીસ નીતા દેસાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. DCP એ જણાવ્યું હતું કે, ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસે તપાસ તેજ કરી છે પરંતુ તથ્ય પોલીસ સમક્ષ દર વખતે કારની સ્પીડ અલગ અલગ બતાવી રહ્યો છે. આ સિવાય પોલીસ તપાસમાં સાથ નથી આપી રહ્યો તથ્ય પટેલ.
આ પણ વાંચો : Bhavnagar તોડકાંડ કેસમાં યુવરાજસિંહના શરતી જામીન મંજૂર, ગુજરાત નહીં છોડવા કોર્ટનો આદેશ
Next Article