Ahmedabad : એક્ટિવા ચાલકને હેલમેટ વગર વાહન ચલાવવું ભારે પડ્યું
- અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા યુવકને ફટાકાર્યો લાખોનો દંડ
- સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ
- 10 લાખ 50 હજારનો ઈ-મેમો આવતા પરિવારજનો આશ્ચર્ય ચકિત
Ahmedabad : વસ્ત્રાલમાં રહેતા યુવકને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં એક્ટિવા ચાલકને હેલમેટ ના પહેરવા બદલ રૂપિયા 10.50 લાખનો દંડ ફટકારાયો છે. તેમાં સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ફટકારાયો છે. રૂપિયા 10 લાખ 50 હજારનો ઈ-મેમો આવતા પરિવારજનો આશ્ચર્ય ચકિત થયા છે.
ઉચ્ચ અધિકારીએ ટેકનિકલ સમસ્યા ગણાવી
વકીલાતનો અભ્યાસ કરતા યુવકને ગત વર્ષે જુલાઇમાં મેમો આવ્યો હતો. યુવક પાન પાર્લર પર પાન મસાલા આપવા હેલ્મેટ વગર જતો હતો. ત્યારે હેલમેટ ન હોવાથી ટ્રાફિક પોલીસે યુવકને રોકી મેમો ફટકાર્યો હતો. તથા ઓઢવ પોલિસ દ્વારા ગતમાસે યુવકને કોર્ટમાં જવાનું કહ્યું હતું. જેમાં પરિવાર જુલાઈથી કોર્ટ કચેરીના અનેકવાર ધક્કા ખાઈ ચૂક્યું છે. તેથી યુવકે તેના પિતા સાથે જઈ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરી છે.
જાણો સમગ્ર ઘટના
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય અનિલ હડિયાને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ 10 લાખ 50 હજારનો મેમો આવતા પરિવાર ચોંકી ગયો હતો. વકીલાતનો અભ્યાસ કરતા અનિલ હડિયા ગત વર્ષે જુલાઇમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એક્ટિવા પર હેલ્મેટ વગર જતો હતો. આ દરમિયાન ફરજ પર હાજર ટ્રાફિક પોલીસના જવાને એક્ટિવા ચાલકને રોકીને હેલ્મેટ ના પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. 15 મિનિટના ગાળામાં જ યુવકના મોબાઇલ પર નિયમભંગનો મેસેજ આવ્યો હતો.
ટેકનિકલ સમસ્યા ગણાવી તેને હલ કરવાની બાંહેધરી આપી
જોકે, ઓઢવ પોલીસ દ્વારા ગત મહિને પોલીસ ચોકીમાં બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેને કોર્ટની વેબસાઇટ ચેક કરતા તેમાં નિયમભંગના 10 લાખ 50 હજારનો મેમો જોઇ પરિવાર ચોંકી ગયો હતો. ગત જુલાઇ મહિનાથી કોર્ટ-કચેરીના અનેક વખત ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી. આ ઘટનાને લઇને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીએ ટેકનિકલ સમસ્યા ગણાવી તેને હલ કરવાની બાંહેધરી આપી હતી.
આ પણ વાંચો: Amreli : બગસરાની શાળામાં વિદ્યાર્થીઓ હાથ પર કરી રહ્યાં છે બ્લેડ વડે ઈજા