ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: ફિલ્મ પ્રમોશન માટે કલાકારો જાહેર રોડ પર ભાન ભૂલ્યા

Ahmedabad: અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ જાહેર રોડ પર સ્ટંટ કર્યા છે. જેમાં એ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ છે. તેમજ વીડિયોમાં દેખાતા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં સાયન્સ સીટી રોડ પર સ્પોર્ટ બાઇક પર સ્ટંટ કરતા હતા. અભિનેત્રી માનસી પારેખ અને ટીકુ તલસાણીયાએ આ સ્ટંટ કર્યો છે. ચાલુ બાઈક પર ઊભા થઈ સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે.
03:17 PM Oct 30, 2025 IST | SANJAY
Ahmedabad: અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ જાહેર રોડ પર સ્ટંટ કર્યા છે. જેમાં એ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ છે. તેમજ વીડિયોમાં દેખાતા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં સાયન્સ સીટી રોડ પર સ્પોર્ટ બાઇક પર સ્ટંટ કરતા હતા. અભિનેત્રી માનસી પારેખ અને ટીકુ તલસાણીયાએ આ સ્ટંટ કર્યો છે. ચાલુ બાઈક પર ઊભા થઈ સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે.
Ahmedabad, Actors, Stunts, Gujarat, Film, Misri

Ahmedabad: અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ જાહેર રોડ પર સ્ટંટ કર્યા છે. જેમાં એ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ છે. તેમજ વીડિયોમાં દેખાતા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં સાયન્સ સીટી રોડ પર સ્પોર્ટ બાઇક પર સ્ટંટ કરતા હતા. અભિનેત્રી માનસી પારેખ અને ટીકુ તલસાણીયાએ આ સ્ટંટ કર્યો છે.

ચાલુ બાઈક પર ઊભા થઈ સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો

ચાલુ બાઈક પર ઊભા થઈ સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. પોલીસને નામ જોગ ફરિયાદ બાબતે પૂછતા પોલીસનો લૂલો બચાવ સામે આવ્યો છે. તેમજ પોલીસે આ બાબતે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યુ છે. જેમાં ફિલ્મ પ્રોડ્યુસર સંજય સોનીનું નિવેદન લેવામાં આવ્યું છે. તથા ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવીની અટક કરવામાં આવશે. બાઇક રાઇડર જેસલ જાડેજાની પણ અટક કરવામાં આવશે.

Ahmedabad: BNS 281 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે

ગુજરાતી ફિલ્મી કલાકારોના સ્ટંટ કરવાના મામલે BNS 281 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તથા BNS 281ના ગુનામાં 6 મહિનાની સજાની જોગવાઈ અથવા દંડ છે. તેમજ પોલીસ અને કોર્ટ ગુનાની ગંભીરતા જોતા ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદની જોગવાઈ છે.

સ્પોર્ટ બાઇક પર સ્ટંટ કરતા હતા જેમાં ત્રણ બાઈક ચાલકની ઓળખ થઈ

વીડિયોમાં દેખાતા વાહન GJ 24 AA 1275 તથા GJ 01 A 1121 તથા વીડિયોમાં દેખાતા અન્ય વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં A ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ તપાસ હાથ ધરી છે. ચાલુ બાઈક પર ઊભા રહી સ્ટંટ કરતા વીડિયો વાયરલ થયા હતા. જેમાં મોડી રાત્રે પોલીસે મોટરસાયકલના નંબર અને સ્થળની ઓળખ કરી છે. સાયન્સ સીટી રોડ પર સ્પોર્ટ બાઇક પર સ્ટંટ કરતા હતા જેમાં ત્રણ બાઈક ચાલકની ઓળખ થઈ છે.

આ પણ વાંચો: Junagadh: MLA સંજયભાઈ કોરડિયા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી

 

Tags :
ActorsAhmedabadFilmGujaratMisristunts
Next Article