Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : Bopal Accident બાદ ગૃહ રાજ્યમંત્રીની DGP સહિત ઉચ્ચ પો. અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક

આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય હાજર રહ્યા હતા.
ahmedabad   bopal accident બાદ ગૃહ રાજ્યમંત્રીની dgp સહિત ઉચ્ચ પો  અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક
Advertisement
  1. Ahmedabad માં કથળતી કાયદો-વ્યવસ્થા વચ્ચે એક્શનમાં સરકાર
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી મહત્ત્વની બેઠક
  3. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય બેઠકમાં હાજર રહ્યા

અમદાવાદમાં (Ahmedabad) કથળતી કાયદો વ્યવસ્થા વચ્ચે સરકાર એક્શનમાં આવી છે. બોપલ અકસ્માતની (Bopal Accident Case) ગોઝારી ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મહત્ત્વની બેઠક યોજી છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય હાજર રહ્યા હતા. ઉપરાંત, અમદાવાદનાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અને DCP પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad: શહેરમાં વધુ એક ‘તથ્યકાંડ’ થતા રહી ગયો! પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

Advertisement

Advertisement

રિપલ પંચાલ કેસ બાદ સરકારનું એક્શન

અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આજે ગોઝારો અકસ્માત (Bopal Accident Case) સર્જાયો હતો. રિપલ પંચાલ નામનાં શખ્સે દારૂનાં નશામાં ડ્રાઇવ કરીને તેની મોંધીદાટ કારથી પાંચ જેટલી ગાડીઓને અડફેટે લીધી હતી અને ત્યાર બાદ સંતુલન ગુમાવી કારને ડિવાઇડર સાથે અથડાવી હતી, જ્યાં પાર્ક અનેક બાઇક અને ગાડીઓનો પણ કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે અકસ્માત સમયે રિપલ પંચાલ (Ripal Panchal Case) ચિક્કાર દારૂનાં નશામાં હતો. આ મામલે પોલીસે રિપલ પંચાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - નશેડી Ripal Panchal જીવે છે વૈભવી લાઇફસ્ટાઇલ

પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક

શહેરમાં છેલ્લા અમુક દિવસથી હત્યાઓ અને 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ' અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આથી, શહેરમાં કાયદા વ્યવસ્થા અને પોલીસની (Ahmedabad Police) કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા મહત્ત્વની બેઠક યોજવામાં આવી છે. માહિતી અનુસાર, આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) હાજર રહ્યા હતા. ઉપરાંત, અમદાવાદનાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી (Ajay Chaudhary) અને અમદાવાદનાં તમામ DCP સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શહેરની કાયદા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad માં નબીરાઓનો આતંક, BOPAL માં રિપલ પંચાલે સર્જયો ભયાનક અકસ્માત

Tags :
Advertisement

.

×