Ahmedabad Air India Plane Crash : એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો વાયરલ વીડિયો બનાવનાર આર્યને કહ્યું, 'હું ક્યારેય વિમાનમાં નહીં બેસું...'
અકસ્માતનો લાઇવ વીડિયો 17 વર્ષીય આર્યન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો તેમજ આર્યન મેઘાણીનગરમાં જ રહે છે
Advertisement
- આર્યને કહ્યું કે આ અકસ્માત જોયા પછી તે ખૂબ જ ડરી ગયો
- આર્યને ક્યારેય આટલી નજીકથી વિમાન જોયું ન હતું
- કોઈ ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી: પોલીસ
Ahmedabad Air India Plane Crash : ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું હતુ. તેમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના મોત થયા છે. આ અકસ્માતનો લાઇવ વીડિયો 17 વર્ષીય આર્યન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આર્યન મેઘાણીનગરમાં જ રહે છે. તેણે આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. 17 વર્ષીય આર્યન ધોરણ 12 માં અભ્યાસ કરે છે. મીડિયા સાથેની આર્યને વાત કરી છે. આર્યને કહ્યું કે આ અકસ્માત જોયા પછી તે ખૂબ જ ડરી ગયો છે અને ક્યારેય વિમાનમાં નહીં બેસે.

