Ahmedabad : અરવલ્લી બાદ અ'વાદમાં સરકારી પાઠ્યપુસ્તકો ભંગારમાં જતાં હોવાનો આક્ષેપ
- અરવલ્લી બાદ અસારવામાંથી ઝડપાયો સરકારી પુસ્તકોનો જથ્થો (Ahmedabad)
- એક ટ્રક થકી ધો. 5 નાં પુસ્તકો ભંગારમાં લઈ જવામાં આવતો હોવાનો આરોપ
- ગરીબ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે આપવામાં આવતા પુસ્તકો ભંગારમાં જતા હોવાનો આક્ષેપ
- કોંગ્રેસનાં સ્થાનિક નેતાએ ટ્રક રોકી તપાસ કરી ત્યારે પુસ્તકોનો જથ્થો મળ્યો
- અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને આ મામલે તપાસ સોંપાઇ
Ahmedabad : ગુજરાતમાં શિક્ષણની સ્થિતિનો ચિતાર દર્શાવતી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. બે દિવસ પહેલા અરવલ્લીનાં (Arvalli) માલપુરમાં ભંગારની દુકાનમાંથી ધોરણ 1-8 નાં સરકારી પાઠ્યપુસ્તકો મોટી સંખ્યામાં મળી આવ્યા હતા, ત્યારે હવે અમદાવાદનાં અસારવા વિસ્તારમાં (Asarwa) ધોરણ-5 નાં પુસ્તકો ભંગારમાં જતા હોવાનો આરોપ થયો છે. ગરીબ વિદ્યાર્થીઓ માટેનાં પુસ્તકો એક ટ્રકમાં ભંગારમાં જતા કોંગ્રેસનાં (Gujarat Congress) સ્થાનિક નેતાએ અટકાવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસનાં આદેશ આપ્યા છે.
આ પણ વાંચો - Jamnagar : ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં સ્ટાફ પર જીવલેણ હુમલાનો મામલો, 3 આરોપીની ધરપકડ
ટ્રક થકી ધો. 5 નાં પુસ્તકો ભંગારમાં લઈ જવામાં આવતા હોવાનો આરોપ
રાજ્યમાં સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે અપાતા પુસ્તકો પસ્તીમાં પધરાવવાનો કારસો અરવલ્લી બાદ અમદાવાદમાંથી (Ahmedabad) સામે આવ્યો છે. અમદાવાદનાં અસારવા વિસ્તારમાં કોંગ્રેસનાં સ્થાનિક નેતાનાં આરોપ અનુસાર, તેમણે એક ટ્રકને રોકી હતી અને તપાસ કરી હતી. દરમિયાન, ટ્રકમાંથી ગરીબ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય અપાતા ધો. 5 ના પુસ્તકોનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક થકી આ પુસ્તકોને ભંગારમાં લઈ જવામાં આવતા હતા. આ મામલે શિક્ષણ વિભાગને (Gujarat Education Department) જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ સોંપાઈ છે. તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
આ પણ વાંચો - Amit Chavda : અમિત ચાવડાના પ્રહાર, કહ્યું- સરકારમાં કમિશન રાજ, લોકોનાં જીવની કિંમત જ નથી..!
અરવલ્લીમાં ભંગારની દુકાનમાંથી ધો. 1-8 ની 5 હજાર સરકારી પુસ્તકો મળ્યા હતા
જણાવી દઈએ કે, અગાઉ 8 જુલાઈનાં રોજ અરવલ્લીનાં (Arvalli) માલપુરમાં આવેલ એક ભંગારની દુકાનમાં બાતમીનાં આધારે શિક્ષણાધિકારીએ તપાસ કરતા ધો. 1 થી 8 ની પુસ્તકોનો મસમોટો જથ્થો (Books found in Scrap Shop) મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન શિક્ષણાધિકારીએ જૂના અને નવા અભ્યાસક્રમનાં 5 હજારથી વધુ સરકારી પુસ્તકો જપ્ત કર્યા હતા. પાઠ્યપુસ્તકો ક્યાંથી અને કોણે આપ્યા ? તે દિશામાં તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મહીસાગર જિલ્લાના એક વેપારીએ આ પુસ્તકોનો જથ્થો વેચ્યો હતો. આ મામલે હાલ પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Gir Somnath : લાખોના દારૂ મામલામાં પીઆઈ સસ્પેન્ડ, LCB પીએસઆઈ સહિત અન્ય બે સામે કાર્યવાહી