Ahmedabad : AMC Junior Clerk Exam માં છબરડા બાદ પરીક્ષક અધિકારીએ કર્યો લૂલો બચાવ! જાણો શું કહ્યું ?
- AMC Junior Clerk ની પરીક્ષામાં સિરિઝ ગરબડનો મામલો
- ટૂંક સમયમાં AMC અને ચૂંટણી અધિકારી વચ્ચે નિર્ણય લેવાશે : સ્નેહલ પરમાર
- બપોર 12 વાગે OMR સિરિઝ ગરબડ હોવાની જાણ થઈ હતી : સ્નેહલ પરમાર
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે જુનિયર ક્લાર્કની 718 જેટલી જગ્યા (AMC Junior Clerk Exam) પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, સરખેજની શાળામાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ થયા હોવાનાં આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ જબરદસ્ત હોબાળો કર્યો હતો અને પરીક્ષા રદ કરવાની માગી ઉચ્ચારી હતી. આ મામલે હવે પરીક્ષક અધિકારીનું નિવેદન સામે આવ્યું છે.
AMC Junior Clerkની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે Kuwais School પરીક્ષક અધિકારીનો લૂલો બચાવ#Gujarat #Ahmedabad #AMC #KuwaisSchool #JuniorClerk #GujaratFirst pic.twitter.com/iSdvEStqPg
— Gujarat First (@GujaratFirst) November 24, 2024
આ પણ વાંચો - Ahmedabad Municipal ની Clerk ની Exam ગેરરીતિની ભીતિ, યુવરાજસિંહએ પરીક્ષા રદ કરવા કરી માંગ
ટૂંક સમયમાં AMC અને ચૂંટણી અધિકારી વચ્ચે નિર્ણય લેવાશે : સ્નેહલ પરમાર
અમદાવાદનાં (Ahmedabad) સરખેજ વિસ્તારમાં આવેલી કુવૈસ શાળામાં આજે AMC જુનિયર ક્લાર્ક પરીક્ષાનું (AMC Junior Clerk) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેરરીતિ થયા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ કર્યો હતો. આ મામલો વધુ ગંભીર થતાં હવે કુવૈસ શાળા પરીક્ષક અધિકારી સ્નેહલ પરમારની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં AMC અને ચૂંટણી અધિકારી વચ્ચે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, બપોર 12 વાગે OMR સિરિઝ ગરબડ હોવાની જાણ થઈ હતી. OMR સિરિઝમાં ગરબડની જાણ તરત જ ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Ahmedabad : AMC જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હોબાળો, યુવરાજસિંહે ઉચ્ચારી ચીમકી! કહ્યું- એક પણ વિદ્યાર્થી પર...
પરીક્ષક અધિકારીએ ગુજરાત યુનિવર્સિટીનો લૂલો બચાવ કર્યો!
કુવૈસ શાળા પરીક્ષક અધિકારી સ્નેહલ પરમારે આ સમગ્ર મામલે લૂલો બચાવ કરતા કહ્યું કે, પરીક્ષા OMR અને પ્રશ્નપત્ર સિરિઝ અલગ-અલગ હોય છે. જો કે, સ્નેહલ પરમાર મીડિયાનાં સવાલોથી બચતા પણ નજરે આવ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા જુનિયર ક્લાર્કનાં અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત, પોલીસ (Ahmedbaad Police) દ્વારા વિરોધ કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા અને શાળાને બંદ કરાઈ હતી. જો કે, હવે આ મામલે શું પગલાં લેવાશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો - Ahmedabad : હત્યાની વધુ એક ચકચારી ઘટના! નજીવી બાબતે આધેડની હત્યા, બે ઇજાગ્રસ્ત થયા