Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : 'Digital Arrest' રેકેટમાં વધુ એક ગેંગનો પર્દાફાશ! વૃદ્ધા પાસેથી રૂ.1.26 કરોડ પડાવ્યાં!

ગઈકાલે વડોદરામાંથી ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) કરી મહિલાને માનસિક ત્રાસ આપી રૂ. 1 લાખ પડાવ્યાની ઘટના સામે આવી હતી.
ahmedabad    digital arrest  રેકેટમાં વધુ એક ગેંગનો પર્દાફાશ  વૃદ્ધા પાસેથી રૂ 1 26 કરોડ પડાવ્યાં
Advertisement
  1. અમદાવાદમાં 'Digital Arrest' રેકેટમાં વધુ એક ગેંગનો પર્દાફાશ!
  2. સાઇબર ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી
  3. બેંક એકાઉન્ટ ભાડે આપનાર બે શખ્સ ઝડપાયા
  4. બંને આરોપીની પૂછપરછમાં અન્ય બે શખ્સના નામ ખુલ્યા

ગઈકાલે વડોદરામાંથી ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) કરી મહિલાને માનસિક ત્રાસ આપી અને તેના પતિને જાનથી મારવાની ધમકી આપી 1 લાખ રૂપિયા પડાવ્યાની હચમચાવતી ઘટના સામે આવી હતી. ત્યારે આજે અમદાવાદમાં (Ahmedabad) ડિજિટલ અરેસ્ટ રેકેટમાં (Digital Arrest Racket) વધુ એક ગેંગનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીમાં સાઇબર ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - નાની જાહેરાત કરી અને બૂમરાંગ એવી મચાવી કે ખેડૂતોને માલામાલ કર્યા : Shaktisinh Gohil

Advertisement

ડિજિટલ અરેસ્ટ રેકેટમાં 4 આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ રેકેટમાં (Ahmedabad) વધુ એક ગેંગનો પર્દાફાશ થયો છે. માહિતી મુજબ, ગેંગનાં સભ્યોએ એક વૃદ્ધ મહિલાને વીડિયો કોલ કર્યો હતો અને નકલી IPS બની ડિજિટલ એરેસ્ટ કર્યાં હતાં. ત્યાર બાદ વૃદ્ધાને મની લોન્ડરિંગ કેસ કરવાનો ડર બતાવીને સુપ્રીમ કોર્ટનાં (Supreme Court) જજનો ફોટો મૂકીને વાત કરી હતી અને સુપ્રીમ કોર્ટનો બોગસ જજમેન્ટ પણ આપ્યો હતો. ગેંગે વૃદ્ધાને ડરાવીને રૂ.1.25 કરોડ પડાવ્યા હતા. આ કેસમાં સાઇબર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો - ખેડૂતો માટેનાં Relief Package અંગે કિસાન કોંગ્રેસ ચેરમેનના સરકાર પર પ્રહાર!

ગેંગે વૃદ્ધા પાસેથી 1.26 કરોડ રૂપિયા પડાવ્યા હતા

માહિતી મુજબ, સાઇબર ક્રાઇમ બ્રાન્ચે (Cyber ​​Crime Branch) બેંક એકાઉન્ટ ભાડે આપનાર મોહમ્મદ હુસૈન જાવેદ અલી અને તરુણસિંહ વાઘેલા નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, બેંક એકાઉન્ટ ભાડે આપવાનાં તેમને રૂ. 20 હજાર મળતા હતા. બંને આરોપીની પૂછપરછમાં અન્ય બે શખ્સનાં નામ પણ ખુલ્યા હતા. આથી, સાઇબર ક્રાઇમે કાર્યવાહી કરી અન્ય બે આરોપી બ્રિજેશ પારેખ અને શુભમ ઠાકરની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી શુભમ ઠાકર દ્વારા ઠગાઈનાં પૈસા રોકડા ભેગા કરીને વોન્ટેડ આરોપી અને રાજસ્થાનનાં (Rajasthan) શખ્સને આપ્યા હતા. ડિજિટલ અરેસ્ટ કરવાનાં બહાને ઠગાઈ કરતી ગેંગ મુખ્ય આરોપી કોમ્બોડિયા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી શુભમ ઠગાઇનાં પૈસામાં 10 ટકા કમિશન મેળવતો હતો. આરોપી પાસેથી પોલીસે રૂ.10 લાખ રોકડા કબજે કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Amreli : હત્યારી પ્રેમિકા! બાઈક પર મિત્ર સાથે મળવા પહોંચ્યો પ્રેમી, પછી પ્રેમિકાએ કર્યું એવું કે..!

Tags :
Advertisement

.

×