Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વધુ એક PI સસ્પેન્ડ, કાગડાપીઠ મર્ડર કેસમાં સસ્પેન્ડેડ PI નો લેટર વાઈરલ!

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં PI એસ.એ. પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ahmedabad   વધુ એક pi સસ્પેન્ડ  કાગડાપીઠ મર્ડર કેસમાં સસ્પેન્ડેડ pi નો લેટર વાઈરલ
Advertisement
  1. Ahmedabad માં વધતી ગુનાખોરી વચ્ચે CP ની મોટી કાર્યવાહી
  2. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં PI બી.ડી. ઝીલારિયા સસ્પેન્ડ કરાયાં
  3. અમદાવાદનાં ઇતિહાસમાં પહેલીવાર એક દિવસમાં 2 PI સસ્પેન્ડ થયાં
  4. બીજી તરફ સસ્પેન્ડેડ PI SA પટેલ દ્વારા આપેલો બાહેંધરીનો લેટર વાઈરલ

અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા અમુક દિવસોમાં એક પછી એક જાહેરમાં હત્યાની ચકચારી ઘટનાઓ બની છે, જેના કારણે શહેરમાં સુરક્ષા-વ્યવસ્થાને લઈ લોકોમાં અનેક સવાલ ઊભા થયા છે. અમદાવાદમાં વધતી ગુનાખોરી વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદનાં ઇતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં 2 PI ને સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં સસ્પેન્ડેડ PI SA પટેલ દ્વારા બાહેંધરીનો લેટર પણ વાઇરલ થયો છે.

Advertisement

અમદાવાદનાં ઇતિહાસમાં એક જ દિવસમાં 2 PI સસ્પેન્ડ!

અમદાવાદમાં (Ahmedabad) વધતી ગુનાખોરીએ નાગરિકોની ચિંતા વધારી છે. જાહેરમાં થતી હત્યાની ઘટનાઓને પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ શહેર પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. શહેરની સુરક્ષા, શાંતિ અને સેવાનાં દાવાઓ કરતી પોલીસ હવે લોકોના સવાલોના ઘેરામાં આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં PI BD ઝીલારિયાને (PI BD Zhilariya) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, એલિસબ્રિજ વિસ્તારમાં ફાયરિંગ કરી હત્યાનાં કેસમાં સુસ્ત કામગીરી કરવા બાબતે આ કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, અમદાવાદનાં ઇતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં 2 PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ચોકબજારમાં હત્યાનો ભેદ ઉકેલાયો, 3 આરોપીની ધરપકડ, હત્યાનું કારણ ચોંકાવનારું!

અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં PI ને કરાયા હતા સસ્પેન્ડ

આ પહેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં PI એસ.એ.પટેલને (PI S.A. Patel) તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમદાવાદનાં કાગડાપીઠ (Kagdapith) વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામનાં યુવકની હત્યા બાદ ઠાકોર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘટનાની ગંભીરતાને સમજી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા PI એસ.એ. પટેલને ઘટનામાં તાત્કાલિક પગલાં ના લેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad : કાગડાપીઠ હત્યા કેસમાં PI વિરુદ્ધ મોટી કાર્યવાહી! ઠાકોર સમાજનાં લોકોનો ચક્કાજામ

સસ્પેન્ડેડ PI S.A. Patel દ્વારા આપેલો બાહેંધરીનો લેટર વાઈરલ

બીજી તરફ અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં (Kagdapith Police Station) સસ્પેન્ડેડ PI SA પટેલ દ્વારા બાહેંધરીનો લેટર પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ લેટરમાં કાગડાપીઠની હત્યા બનાવ મામલે મૃતક પરિવારજનોને લેખિતમાં બાંહેધરી આપી હતી. લેટરમાં જ્યાં સુધી ફરજ પર રહેશે ત્યાં સુધી દારૂબંધી અમલ કરાવવા બાહેંધરી આપી હતી. ઠાકોર સમાજનાં અગ્રણીઓ અને મૃતકનાં પરિવારજનોએ ઠોસ કાર્યવાહીની માગ કરતા PI એ લેખિતમાં બાહેંધરી આપી હતી.

આ પણ વાંચો - અમદાવાદ પોલીસે ભરોસો ગુમાવ્યો? પોલીસ બાતમીદારની હત્યા બાદ ઉઠ્યા અનેક સવાલ

Tags :
Advertisement

.

×