ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : રાજ્યમાં ચિત્રનાં શિક્ષકોની અવાજને વાચા આપતું Gujarat First

ગુજરાત ફર્સ્ટે પણ પોતાનાં માધ્યમથી ચિત્ર શિક્ષકોની માગ અને રજૂઆતોને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
11:27 PM Jul 22, 2025 IST | Vipul Sen
ગુજરાત ફર્સ્ટે પણ પોતાનાં માધ્યમથી ચિત્ર શિક્ષકોની માગ અને રજૂઆતોને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
Gujarat First_Gujarat_first
  1. ગુજરાત ફર્સ્ટે ચિત્રનાં શિક્ષકોના અવાજને આપી વાચા (Ahmedabad)
  2. ભરતીની રાહ જોતા ચિત્રકામનાં શિક્ષકો સાથે કરી વાતચીત
  3. ચિત્રનાં શિક્ષકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ
  4. ગુજરાતમાં ચિત્રકામનાં શિક્ષકોની દયનીય સ્થિતિ!
  5. માધ્યમિક શાળામાં 26 વર્ષથી નથી થઈ કોઈ ભરતી

Ahmedabad : ગુજરાતમાં ચિત્રનાં શિક્ષકોના અવાજને ગુજરાત ફર્સ્ટે વાચા આપી છે. ગાંધીનગરમાં (Gandhinagar) શિક્ષણમંત્રીએ વાત ન સાંભળી તો મોટી સંખ્યામાં ચિત્ર શિક્ષકો ગુજરાત ફર્સ્ટની ઓફિસે (Gujarat First) પહોંચ્યા હતા. ગુજરાત ફર્સ્ટે પણ પોતાનાં માધ્યમથી ચિત્ર શિક્ષકોની માગ અને રજૂઆતોને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 1998 બાદથી માધ્યમિક શાળાઓમાં ચિત્ર શિક્ષકોની ભરતી થઈ નથી.

આ પણ વાંચો - Chhotaudepur : કોટાલી ગ્રા.પં. મહિલા સભ્યની બહાદુરીને કરશો સલામ, LIVE રેડ કરી મોટો પર્દાફાશ કર્યો!

ચિત્રનાં શિક્ષકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો ગુજરાત ફર્સ્ટનો પ્રયાસ

ગુજરાતમાં ચિત્રનાં શિક્ષકોની સ્થિતિ દયનીય બની છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ચિત્ર શિક્ષકોની વહારે આવ્યું છે. ગાંધીનગરમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં ન લેવાતા ચિત્ર શિક્ષકો આજે ગુજરાત ફર્સ્ટની ઓફિસે (Gujarat First's office) પહોંચ્યા હતા. ગુજરાત ફર્સ્ટે પણ ચિત્ર શિક્ષકોની (Art Teachers) રજૂઆત અને માગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ઉમેદવારોનાં જણાવ્યા મુજબ, છેલ્લા 26 વર્ષથી માધ્યમિક શાળાઓમાં ચિત્ર શિક્ષકોની ભરતી કરાઈ નથી. જ્યારે, પ્રાથમિક શાળાઓમાં છેલ્લા 5 વર્ષથી કોઈ ભરતી થઈ નથી.

આ પણ વાંચો - Morbi : શાળા સંચાલકોનો લૂલો બચાવ! ઈન્ચાર્જ શિક્ષણાધિકારીએ કહી આ વાત

માધ્યમિક અને પ્રા. શાળામાં શિક્ષકોની ઘટ છતાં નથી થતી ભરતી

ચિત્ર શિક્ષકોએ વધુમાં જણાવ્યું કે, માધ્યમિક શાળામાં 300 થી વધુ ચિત્રનાં શિક્ષકોની ઘટ છે. જ્યારે પ્રા. શાળાઓમાં 9 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. પરંતુ, તેમ છતાં ભરતી કરવામાં આવતી નથી. ચિત્ર શિક્ષકોએ ગુજરાત ફર્સ્ટનાં માધ્યમથી સીધી અને કાયમી ભરતી કરવા સરકાર સમક્ષ માગ કરી છે. તેમણે જણાવ્યું કે, અંશકાલીન ચિત્ર શિક્ષકોને માસિક માત્ર 9 હજાર રૂપિયા મળે છે. જ્યારે એક તાસ દીઠ માત્ર 50 રૂપિયાનું જ વેતન મળે છે. એક ઉમેદવારે જણાવ્યું કે, અંશકાલીન શિક્ષકો સાથે ક્રૂર મજાક થઈ રહી છે. કલા, વારસો જાળવાઈ રહે તે માટે ચિત્ર શિક્ષકોની ભરતી જરૂરી છે. જો માંગણીઓ સ્વીકારાય નહીં, તો આગામી દિવસોમાં ચિત્ર શિક્ષકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો - Vadodara : માતા-પિતાએ 5 વર્ષીય પુત્રને ઝેરી દવા પીવડાવી, પછી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો!

Tags :
AhmedabadArt Teacher's RecruimentArt Teachers at Gujarat First's officeArt teachers VacancyGandhinagarGujarat Educaiton BoardGUJARAT FIRST NEWSTop Gujarati News
Next Article