ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : શહેરમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ, વિજ કનેક્શન કાપવાની કામગીરી શરૂ

અમદાવાદનો કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો ગઢ છે
02:55 PM Apr 28, 2025 IST | SANJAY
અમદાવાદનો કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો ગઢ છે
Bangladeshis, Ahmedabad, Police, Gujarat

Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ આવી છે. જેમાં અમદાવાદનો કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો ગઢ છે. તેમાં ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી પર વીજ કંપનીએ કાર્યવાહી કરી છે. ગેરકાયદે લગાવેલા વિજ કનેક્શન કાપવાની શરૂ કરાઇ છે. ટોરેન્ટ પાવરની ટીમે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરી છે.

890 શંકાસ્પદ લોકોને તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા

અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી બાદ અત્યાર સુધી કુલ 143 જેટલા ઘૂસણખોર બાંગ્લાદેશી અનઅધિકૃત રીતે અમદાવાદમાં રહેતા હોવાની હકીકત સામે આવી છે. વહેલી સવારે ક્રાઈમ બ્રાન્ચ અને ઇસનપુર પોલીસ સહિત અલગ અલગ તપાસ એજન્સીઓ દ્વારા ઇસનપુર અને ચંડોળા તળાવ વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 890 શંકાસ્પદ લોકોને તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમના નાગરિકતાના પુરાવાની તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન હાલ સુધી 143 બાંગ્લાદેશી નાગરિકો ઘૂસણખોરી કરીને ચંડોળા વિસ્તારમાં રહેતા હોવાની હકીકત સામે આવી છે. જેમની સામે હવે દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન કામગીરી હાથ ધરવામાં આવી છે.

બાંગ્લાદેશીઓ માટે ડીપોર્ટેશન પ્રપોઝલ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવ્યો

હાલ 100 ગેરકાયદેસર રીતે અમદાવાદમાં આવેલા બાંગ્લાદેશીઓ માટે ડીપોર્ટેશન પ્રપોઝલ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવ્યો છે, બાકીના 43 લોકો માટેની પ્રક્રિયા આજે કરવામાં આવશે. જે અંગે આવનાર દિવસોમાં કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા ડીપોર્ટેશન ઓર્ડર કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ ક્રાઈમ બ્રાન્ચ ના ધ્યાને પાછલા કેટલાક વર્ષો દરમિયાન 500 થી વધારે બાંગ્લાદેશીઓના પાસપોર્ટ શંકાસ્પદ હોવાની જાણકારી મળી છે જે સંદર્ભે પણ પાસપોર્ટ વિભાગ સાથે ક્રોસ વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે. શનિવારે 890 જેટલા શંકાસ્પદ લોકોને તપાસ સંદર્ભે લાવવામાં આવ્યા હતા જેમાંથી 600થી વધારો લોકોને છોડી મૂકવામાં આવ્યા છે, બાકીના શંકાસ્પદ લોકો ની હકીકત તપાસવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક લોકો બોગસ આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજના આધારે અહીં રહેતા હતા તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા અમદાવાદ-સુરત-વડોદરામાં પોલીસનું સર્ચ ઓપરેશન

ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા અમદાવાદ-સુરત-વડોદરામાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળની IBની ટીમ સુરતમાં પહોંચી છે. અહીં તે સેન્ટ્રલ IB સાથે મળી શંકાસ્પદોની પૂછપરછ કરશે. અગાઉ અમદાવાદમાં પોલીસ કમિશનર જી.એસ.મલિક, ડીસીપી ક્રાઇમ અજીત રાજીયન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા તો આખો વિસ્તાર ખાલીખમ જોવા મળ્યો હતો. તથા ટોરેન્ટે પણ વીજ જોડાણ કાપી નાખ્યા હતા. હાલમાં 143 બાંગ્લાદેશીની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચો: Pahalgam terror attack : પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ, રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું

 

Tags :
AhmedabadBangladeshisGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewspoliceTop Gujarati News
Next Article