Ahmedabad Chandola Lake Demolition : ચંડોળા તળાવ વિસ્તારના ડીમોલિશન મામલે મોટા સમાચાર
- પ્રથમ તબક્કાનું ડીમોલિશન પૂર્ણ થયા બાદ થોડા દિવસ કામગીરી બંધ રખાશે
- ચાર દિવસમાં ચંડોળા તળાવમાં 4500 જેટલા મકાન તોડવામાં આવ્યા છે
- રાજ્ય સરકાર દ્વારા બીજા ફેઝ અંગે આજે નિર્ણય કરવામાં આવશે
Ahmedabad Chandola Lake Demolition : અમદાવાદના ચંડોળા તળાવમાં પ્રથમ તબક્કાનું ડીમોલિશન પૂર્ણ થયા બાદ થોડા દિવસ કામગીરી બંધ રખાશે. જેમાં ચાર દિવસમાં ચંડોળા તળાવમાં 4500 જેટલા મકાન તોડવામાં આવ્યા છે. તથા 1500 પાકા અને 3000 કાચા મકાન તોડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બીજા ફેઝ અંગે આજે નિર્ણય કરવામાં આવશે. બીજા તબક્કામાં તમામ નાના ઝુંપડા તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાશે.
પુનઃ દબાણ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે
રાજ્ય સરકારની સૂચના આવ્યા બાદ નાના ઝુંપડાઓને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવશે. તેમજ લલ્લા બિહારી અને ગની પથ્થરવાલા જેવા અસામાજિક તત્વોના ઠેકાણા પ્રથમ તબક્કાના ડીમોલિશનમાં તોડી પાડવામાં આવ્યા છે. ચંડોળા તળાવના બીજા ફ્રેઝની ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ પોલીસ અને મનપા કમિશનર, અમદાવાદ કલેક્ટર સહિતના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ જોડાશે. પ્રથમ ફ્રેઝમા બાંગ્લાદેશના નાગરિકોના ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. જો કે હજુ 5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવાની બાકી છે. પ્રથમ ફ્રેઝમા ખાલી કરવામાં આવી જમીન પર પુનઃ દબાણ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
અત્યારે હાલ અંદાજીત 1,25,698.39 ચોરસ મીટર જગ્યામાં દબાણ
અત્યારે હાલ અંદાજીત 1,25,698.39 ચોરસ મીટર જગ્યામાં દબાણ છે. જંત્રી પ્રમાણે 14 વર્ષમાં સરકારને લગભગ 500 કરોડથી વધુનું નુકસાન છે. ચંડોળા તળાવમાં ગેરકાયદે ઘુસણખોરી થઇ છે. જેમાં 2010માં જળસંગ્રહ ક્ષમતા 8.78 લાખ ચોરસ મીટર હતી. તથા 2024માં જળસંગ્રહ ક્ષમતા ફરી ઘટીને 7.58 લાખ ચોરસ મીટર થઇ છે. 14 વર્ષમાં 1.25 લાખ ચોરસ મીટર જમીન પર દબાણ થયુ છે. જેમાં ચંડોળામાં દબાણનું સચોટ સત્ય - વર્ષ 2024 તળાવ A - 5,91,838.87 ચોરસ મીટર તથા તળાવ B - 51,301.27 ચોરસ મીટર, તળાવ C - 1,09,585.15 ચોરસ મીટર એટલે કુલ - 7,52,725.29 ચોરસ મીટર છે.
અમદાવાદનું મિની બાંગ્લાદેશ બની ગયું છે ચંડોળા તળાવ
અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવ અને એની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. આ વિસ્તાર 1200 હેક્ટર વિસ્તારને આવરે છે. ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં, પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદી રહી હતી. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી હતી કે એક સાઈકલ પણ ન જઈ શકે, . આ એ જ બંગાળીવાસ છે, જ્યાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસલમાનો વર્ષોથી રહે છે, પરંતુ આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે, જે પોતાને ભારતના નાગરિક ગણાવે છે. આવા કેટલાક ઘૂસણખોરોના કારણે અહીં આસપાસમાં વર્ષોથી રહેતા મુસલમાનોને તકલીફનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં બહારની કોઈ વ્યક્તિ એકલી આવી જાય તો તેની સાથે કંઈપણ થઈ શકે એવો આ વિસ્તાર હતો.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 2 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?