Ahmedabad માં 'મોતનું બૉર્ડ' ! અકસ્માતનાં હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે
- Ahmedabad માં 'મોતનું બૉર્ડ' બન્યું AMC નું સાઇનબૉર્ડ!
- ટુ-વ્હીલર પર જઈ રહેલાં પરિવારના સભ્યો બન્યા ભોગ
- સાઈનબોર્ડ પડતા 1 મહિલા 2 બાળકોને ગંભીર ઈજા
- અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફુટેજ આવ્યા સામે
અમદાવાદમાં (Ahmedabad) કાંકરિયા તળાવ નજીક ગઈકાલે એક ગોઝારી ઘટના બની હતી. ટુ-વ્હીલર પર જઈ રહેલાં પરિવાર પર મસમોટું સાઇન બોર્ડ પડ્યું હતું. આ અકસ્માતમાં 1 મહિલા અને 2 બાળકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ હચમચાવતી ઘટનાનાં હવે CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઘટના બાદથી અમદાવાદ મનપા તંત્રની (AMC) કામગીરી સામે સવાલ થઈ રહ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : 'Digital Arrest' રેકેટમાં વધુ એક ગેંગનો પર્દાફાશ! વૃદ્ધા પાસેથી રૂ.1.26 કરોડ પડાવ્યાં!
અકસ્માતનાં હૃદયદ્રાવક CCTV ફૂટેજ સામે આવ્યા
ગઈકાલે અમદાવાદમાં (Ahmedabad) મનપા તંત્રની ઘોરબેદરકારીનાં કારણે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી. કાંકરિયા તળાવ (Kankaria lake) પાસે ટુ-વ્હીલર પર જઈ રહેલા પરિવાર પર મનપાનું સાઇનબોર્ડ પડ્યું હતું. આ ઘટનામાં 1 મહિલા અને 2 બાળકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક યોગેશ્વરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સંપૂર્ણ સારવાર આપ્યા બાદ અંતે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સાઇનબોર્ડ પડ્યાની ઘટનાનાં હવે હૃદયદ્રાવક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દેખાય છે કે વાહનચાલક પર અચાનક તોતિંગ સાઇનબોર્ડ તૂટી પડયું હતું.
આ પણ વાંચો - VADODARA : કારનો કાચ તોડીને સામાનની ચોરી, એક જ પેટર્નથી બે ઘટનાને અંજામ
AMC નાં શહેરભરમાં લાગેલા બોર્ડ મોતનો સામાન બની શકે છે ?
જો કે, આ ઘટના બાદથી અમદાવાદ મનપા તંત્રની ઘોરબેદરકારી સામે અનેક સવાલ થઈ રહ્યા છે. આ ઘટના બાદથી લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે શહેરભરમાં AMC નાં લાગેલા બોર્ડ મોતનો સામાન બની શકે છે. મનપાનાં અધિકારીઓએ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જોઈએ અને આ મામલે તપાસ કરી જવાબદારો સામે યોગ્ય પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો - Amreli : હત્યારી પ્રેમિકા! બાઈક પર મિત્ર સાથે મળવા પહોંચ્યો પ્રેમી, પછી પ્રેમિકાએ કર્યું એવું કે..!