Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પોલીસે રોક્યો તો ફિલ્મી સ્ટાઇલમાં યુવકે ભગાવી કાર, પછી થયા આવા હાલ, જુઓ Video

વીડિયોમાં મોંઘીદાટ કાર હંકારી રહેલા યુવકને પોલીસે રોકતા બેફામ રીતે દોડાવી હતી.
ahmedabad   પોલીસે રોક્યો તો ફિલ્મી સ્ટાઇલમાં યુવકે ભગાવી કાર  પછી થયા આવા હાલ  જુઓ video
Advertisement
  1. Ahmedabad ના સિંધુભવન રોડ પર બેફામ બનેલા કારચાલકની ધરપકડ
  2. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે રોકતા ચાલક કાર લઈને ભાગ્યો હતો
  3. પ્રિન્સ ઠક્કર નામના કારચાલકની બોડકદેવ પોલીસે ધરપકડ કરી

અમદાવાદનો (Ahmedabad) સિંધુભવન રોડ જોખમી સ્ટંટ કરનારાઓ નબીરાઓમાં હોટ ફેવરેટ છે. સિંધ ભવન રોડ (Sindhubhavan Road) પર વાહનો સાથે જાહેરમાં જોખમી સ્ટંટ કરનારા ચાલકો સામે પોલીસ દ્વારા અગાઉ અનેક વખત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ, તેમ છતાં જોખમી સ્ટંટ કરનારાઓ અટકતા નથી. સિંધુ ભવન રોડ પરનો વધુ એક બેફામ કાર હંકારતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મોંઘીદાટ કાર હંકારી રહેલા યુવકને પોલીસે રોકતા બેફામ રીતે દોડાવી હતી. યુવકની બોડકદેવ પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો - Anand : પોલીસ સ્ટેશનમાં ઘૂસી પોલીસકર્મી પર હુમલો કરનારા મુખ્ય 6 સહિત 20 થી 25 સામે નોંધાયો ગુનો

Advertisement

Advertisement

બેફામ રીતે કાર હંકારતા યુવકનો વીડિયો વાઇરલ

અમદાવાદના (Ahmedabad) સિંધુભવન રોડ પરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે સિંધુભવન રોડ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક કાળા રંગની મોંઘીદાટ કાર ત્યાંથી પસાર થાય છે. પોલીસ જવાનો દ્વારા કારને રોકવા માટે ઇશારો કરવામાં આવે છે પરંતુ, ચાલક કારને બેફામ રીતે હંકારીને ભાગી જાય છે. ટ્રાફિક વચ્ચેથી ચાલક કારને જોખમી રીતે હંકારે છે અને પછી ફરાર થઈ જાય છે.

આ પણ વાંચો - Junagadh : ભવનાથ મંદિરનાં મહંત બનવા હરિગીરી બાપુએ રૂપિયા આપ્યા હતા : મહેશગીરી બાપુ

બોડકદેવ પોલીસે કારચાલક યુવકની ધરપકડ કરી

આ અંગે બોડકદેવ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને CCTV કેમેરાની મદદથી તેની ધરપકડ કરી છે. કારચાલક યુવકની ઓળખ પ્રિન્સ ઠક્કર તરીકે થઈ છે. અન્ય એક વીડિયોમાં યુવકે પોલીસની માફી માગીને આ પ્રકારની ભૂલ ફરી ન કરવાનું કહ્યું છે. આ મામલે પોલીસે પ્રિન્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : સગીર વયની સગી દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાપી પિતાને કોર્ટે ફટકારી આકરી સજા

Tags :
Advertisement

.

×