Ahmedabad Seventh Day School માં વિદ્યાર્થીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો
- Ahmedabad Seventh Day School: લોહીથી લથબથ હાલતમાં પેટ પકડીને નયન સ્કૂલમાં આવ્યો
- ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર પણ ન અપાઇ હતી
- આ વીડિયોથી સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી
Ahmedabad Seventh Day School: શહેરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે ઘટનાના CCTV સામે આવ્યા છે. તેમાં સ્કૂલની અંદરના સીસીટીવી પ્રથમ વખત સામે આવ્યા છે તેમાં બપોરે 12:53 કલાકે નયનને જ્યાં ઇજા પહોંચી તે પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે. ઇજાગ્રસ્ત હાલતમાં મૃતક વિદ્યાર્થી CCTVમાં દેખાયો છે જેમાં પેટના ભાગે હાથ રાખી સ્કૂલમાં આવતો દેખાય છે ત્યારે આ વીડિયોથી સ્કૂલ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે.
નયનની હત્યા મામલે વાયરલ થયેલા CCTV ફૂટેજ અંગે સૌથી મોટો ખુલાસો
સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયનની હત્યા મામલે વાયરલ થયેલા CCTV ફૂટેજ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. ગુજરાત ફર્સ્ટ પાસે CCTV અને વાયરલ થયેલ ઘટનાક્રમની સચોટ માહિતી છે. જેમાં ટેલીફોનિક વાતચીતમાં શાળાના શિક્ષકોએ CCTV વાયરલ કર્યાનો સ્વીકાર કર્યો છે. શાળાના શિક્ષકો અને સ્ટાફકર્મીઓ જ CCTV ફૂટેજ વાયરલ કર્યા છે. તેમજ CCTV ફૂટેજની સાથે સ્ક્રીન શોટ સાથે તેના વર્ણન કરતો ઉલ્લેખ છે. જો કે ઘટનાના 14 દિવસ બાદ CCTV વાયરલ કરાતાં તર્ક વિતર્ક થયા છે.
સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવતા જેમાં દેખાય છે
સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવતા જેમાં દેખાય છે કે પરિવારજનો નયનને રીક્ષામાં હોસ્પિટલ લઇ ગયા હતા અને સાથી વિદ્યાર્થીઓએ ઉપાડીને નયને રીક્ષામાં બેસાડ્યો છે, સ્કૂલ સ્ટાફના લોકો ઇજાગ્રસ્ત નયન પાસે આવ્યા પણ નથી અને નયનને હોસ્પિટલ લઇ ગયા બાદ 108 સ્કૂલમાં આવી હતી, ગેટ પાસે ઉભી રહેલી સિકયુરીટી પણ ત્યાં ઉભી રહીને માત્ર જોઈ રહી હતી, તો નયયને તેના પરિજનો હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર બાદ તેનું અવસાન થયું હતુ. ઉલ્લેખનીય છે કે AMCએ શૈક્ષણિક હેતુ માટે જે પ્લોટ ફાળવ્યો હતો, તે શરત મુજબ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવો જોઈતો હતો. જોકે, સ્કૂલ સંચાલકોએ આ પ્લોટ કંપનીના નામે લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, પ્લોટનો ઉપયોગ નિયમો વિરુદ્ધ થયો છે અને પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું છે. અને ત્યારે બાદ ઈમ્પેક્ટ ફી પણ ભરી દીધી હતી.
Ahmedabad Seventh Day School: ટોળાએ સ્કૂલમાં તોડફોડ કરી હતી તે ટોળા વિરુદ્ધ પણ રાયોટીંગનો ગુનો
આ તમામ ગેરરીતિઓ જમીનના મૂળ લીઝ કરારનો ભંગ ગણાય છે. આ ગંભીર કાયદાકીય ભંગના કારણે હવે AMC દ્વારા સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવશે. નિયમ મુજબ, આવા સંજોગોમાં ડીડ રદ કરવા અને પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહીની જોગવાઈ છે. આ મામલો અત્યંત ગંભીર બન્યો છે, કારણ કે સંચાલકોએ સરકારી નિયમોની અવગણના કરીને જાહેર હેતુ માટે ફાળવાયેલી જમીનનો દુરુપયોગ કર્યો છે. અમદાવાદમાં 19 ઓગસ્ટ મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ અન્ય વિધાર્થીને બોક્સ કટર મારી દીધું હતી. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ કેસમાં જે ટોળાએ સ્કૂલમાં તોડફોડ કરી હતી તે ટોળા વિરુદ્ધ પણ રાયોટીંગનો ગુનો નોંધાયો છે.
AMC કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે
શહેરમાં ચકચાર મચાવનારા વિદ્યાર્થીની હત્યા કેસ બાદ વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હવે એક નવા કાયદાકીય સંકટમાં ફસાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની તપાસમાં આ સ્કૂલ દ્વારા જમીનના લીઝ કરારનો ગંભીર ભંગ થયો હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે AMC કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: Google ને હેકર્સે આપી ધમકી, કહ્યું - આ બે કર્મચારીઓને કાઢી મુકો, નહીં તો યુઝર્સનો ડેટા લીક કરીશું