Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બોપલમાં MICA નાં વિદ્યાર્થીની હત્યા પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે

યુ-ટર્ન લઇને હત્યારા પોલીસકર્મીએ મૃતક યુવક અને તેના મિત્રનો પીછો કર્યો હતો.
ahmedabad   બોપલમાં mica નાં વિદ્યાર્થીની હત્યા પહેલાનાં cctv ફૂટેજ આવ્યા સામે
Advertisement
  1. બોપલમાં વિદ્યાર્થીની હત્યા પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે (Ahmedabad)
  2. હત્યારો પોલીસકર્મી વાહનનો યુ-ટર્ન લેતો જોવા મળ્યો
  3. યુ-ટર્ન લઇને મૃતક યુવક અને તેના મિત્રનો પીછો કર્યો હતો
  4. પોલીસકર્મીએ MICA નાં વિદ્યાર્થીની હત્યા કરી હતી

અમદાવાદમાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં MICA નાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટા સમાચાર આવ્યા છે. હત્યારા પોલીસકર્મીની ગાડીનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કારચાલક વાહનને યુ-ટર્ન લેતા નજરે પડે છે. યુ-ટર્ન લઇને હત્યારા પોલીસકર્મીએ મૃતક યુવક અને તેના મિત્રનો પીછો કર્યો હતો. ગઈકાલે આ કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા સરખેજનાં પોલીસ (Sarkhej Police Station) કોન્સ્ટેબલ વીરેન્દ્ર સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Bopal Murder Case : MICA નાં વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસે ફરાર આરોપીનો સ્કેચ જારી કર્યો

Advertisement

ગઈકાલે આરોપી પોલીસકર્મીની થઈ હતી ધરપકડ

અમદાવાદનાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે વાહન ધીમે ચલાવવા જેવી નજીવી બાબતે ટકોર કરતા એક કારચાલકે ઉશ્કેરાઈને MICA કોલેજનાં વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. હુમલો કરી કારચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરાઈ હતી. દરમિયાન, ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) સરખેજનાં પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્ર સિંહની ધરપકડ કરી હતી. ત્યારે હવે હચમચાવતી આ ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે.

આ પણ વાંચો - Bopal માં MICA નાં વિદ્યાર્થીની હત્યા કરનારો નીકળ્યો પોલીસકર્મી!

હત્યા પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે

જણાવી દઈએ કે, બોપલમાં (Bopal) વિદ્યાર્થીની હત્યા પહેલાનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ CCTV ફૂટેજમાં હત્યારો પોલીસકર્મી કારને યુ-ટર્ન લેતો નજરે પડી રહ્યો છે. આરોપીએ યુ-ટર્ન લઇને મૃતક યુવક અને તેના મિત્રનો પીછો કર્યો હતો અને ત્યાર બાદ ચપ્પાનાં ઘા ઝીંકી MICA નાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરી ફરાર થયો હતો. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Khyati Hospital : સંચાલકો પર વધી ભીંસ! વધુ એક ફરિયાદ નોંધાઈ, 1 ડોક્ટરની ધરપકડ

Tags :
Advertisement

.

×