Ahmedabad: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી, CM ભુપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યું
- Ahmedabad: એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન
- AMC દ્વારા સરદાર પટેલની પ્રતિમા નારણપુરા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કર્યું
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું છે
Ahmedabad: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. જેમાં એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરાયુ છે. તેમાં અમદાવાદના નારણપુરામાં રન ફોર યુનિટીનું આયોજન થયુ છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી છે. તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એકતાના શપથ લેવડાવ્યા છે.
જ્યાં હોઈએ ત્યાં દેશની એકતાનો સંદેશ આત્મસાર કરીશું
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે ભારતની એકતા અખંડિતતાના પ્રણેતાને ભાવાંજલિ. PM નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે. PM મોદી માટે એકતાનો મંત્ર સર્વોપરિ છે. ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે. અત્યારે એક થઈને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરીએ. જ્યાં હોઈએ ત્યાં દેશની એકતાનો સંદેશ આત્મસાર કરીશું.
CM Bhupendra Patel એ 'રન ફોર યુનિટી'ને આપી લીલીઝંડી । Gujarat First
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ
એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન
અમદાવાદના નારણપુરામાં રન ફોર યુનિટીનું આયોજન
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીને આપી લીલીઝંડી@CMOGuj… pic.twitter.com/RWJJXJ6w3g— Gujarat First (@GujaratFirst) October 31, 2025
Ahmedabad: યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે 7.30 વાગ્યે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું છે. આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદો, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાગા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, કોર્પોરેટરો, નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા રમતપ્રેમીઓ વગેરે યુનિટી માર્ચ અને એકતા શપથના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે.
રન ફોર યુનિટી દેશને એકતાથી જોડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે સરદાર સાહેબની આજે 150મી જન્મ જયંતિ છે. આજે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતિએ સૌ વતી ભાવાંજલિ અર્પણ કરું છું. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સરદાર સાહેબની જન્મ જયંતિ દેશભરમાં ઉજવણી થઇ રહી છે. સરદાર સાહેબની પ્રતિમા ભારતના સામર્થ અને ઈતિહાસનું પ્રતીક છે. રાષ્ટ્રીય એકતા દિવસે આજે પ્રધાનમંત્રી ગુજરાત પધાર્યા છે. તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભારતને કલમ 370 થકી ભારતને એક બનાવ્યું છે. દેશભરના લોકો એક થઈ ઉજવણી કરી રહ્યા છે. રન ફોર ડેવલપમેન્ટમાં વિકાસની ગતિથી ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બની છે. રન ફોર યુનિટી દેશને એકતાથી જોડશે.
આ પણ વાંચો: સરદાર પટેલની જન્મજયંતિ પર PM Modi એ સ્મારક સિક્કો બહાર પાડ્યો


