Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat : ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલીશન અંગેની PIL કોર્ટે ફગાવી

Gujarat : ડીમોલીશનની કાર્યવાહી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો નથી. બીજી તરફ તંત્રએ બાંગ્લાદેશીઓના ગેરકાયદે ઘર-કારખાનાનો સફાયો પુરજોશમાં જારી રાખ્યો
gujarat   ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલીશન અંગેની pil કોર્ટે ફગાવી
Advertisement
  • આજે ચંડોળા તળાવ ખાતે મેગા ડિમોલીશન કાર્ય ચાલી રહ્યું છે
  • દરમિયાન આ મામલે રોક લગાવવા હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી
  • સુનવણી દરમિયાન કોર્ટે પીઆઇએલ ફગાવી દીધી

Gujarat : રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા અમદાવાદના ચાંડોળા તળાવ વિસ્તારમાં વ્યાપક ડિમોલીશન (CHANDOLA TALAV DEMOLITION) હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે સવારથી જ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પાર પાડવામાં આવી રહ્યું છે. અને કોઇ પણ અનિચ્છનિય ઘટના ના બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે ચંડોળા તળાવમાં ચાલતા ડિમોલીશન અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. (CORT REFUSE PIL) ડીમોલીશનની કાર્યવાહી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો નથી. બીજી તરફ તંત્રએ બાંગ્લાદેશીઓના ગેરકાયદે ઘર અને કારખાનાનો સફાયો પુરજોશમાં જારી રાખ્યો છે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી.  જેમાં તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની અને બાંગ્લાદેશીને બચાવવાનો તખ્તો નિષ્ફળ રહ્યો છે.

Tags :
Advertisement

.

×