Flower Show: અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાશે, જાણો આ વખતે શું છે નવું
- Flower Show: ભારત એક ગાથા થીમ પર યોજાશે ફ્લાવર શો
- 1 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી 2026 સુધી યોજાશે
- વિવિધ 6 થીમ પર ફ્લાવર શોનું આયોજન કરાશે
Flower Show: અમદાવાદમાં 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાશે. જેમાં ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શોની તૈયારી થઇ રહી છે. ત્યારે આ ફ્લાવર શો 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2026 સુધી યોજાશે. વિવિધ 6 થીમ પર ફ્લાવર શો નું આયોજન છે. ભારતના તહેવારો, ભારતના નૃત્યો, પ્રાચીન કથાઓ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સ, બાળકોનું ભારત, ભારતની સિદ્ધિઓ થીમ પર ફ્લાવર શો યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે.
AMC સ્કૂલના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ મળશે
ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ થશે. તથા સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનાવરણ કરશે.
ફ્લાવર શોની ટિકિટ દર નક્કી કરાયા
ફ્લાવર શોની ટિકિટ દર નક્કી કરાયા છે. ગત વર્ષ કરતા ટિકિટ દરમાં રૂપિયા 10 નો વધારો કરાયો છે. 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર 80 રૂપિયાની ટિકિટ રહેશે. શનિ રવિ માટેના ટિકિટ દર 100 રૂપિયા નક્કી કરાયો છે. AMC સ્કૂલના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ મળશે.
પ્રાઈમ ટાઇમ સ્લોટ સવારે 8 થી 9 અને 10થી 11 માટે 500 રૂપિયાનો ટિકિટ દર
AMC સિવાયની સ્કૂલોના બાળકો માટે 10 રૂપિયા ટિકિટ દર નક્કી કરાયો છે. તથા પ્રાઈમ ટાઇમ સ્લોટ સવારે 8 થી 9 અને 10થી 11 માટે 500 રૂપિયાનો ટિકિટ દર નક્કી કર્યો છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે પ્રથમવાર ફ્લાવર શો થીમ પર યોજાશે. ભારતનો સૌથી મોટો આ ફ્લાવર શો છે. જેમાં 30 લાખ ફ્લાવરનો ઉપયોગ આ ફ્લાવર શોમાં થશે.
આ પણ વાંચો: Gujarat Weather: રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર, જાણો ક્યા પડી રહ્યો છે વરસાદ


