Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવનારાઓની ભરમાર! પોલીસે HC માં ચોંકાવનારી વિગતો રજૂ કરી

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી છેલ્લા 6 મહિનામાં 89,539 ચલણ ઇશ્યૂ કરીને રૂ. 17 કરોડથી વધુનો દંડ વસૂલાયો છે.
ahmedabad   શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવનારાઓની ભરમાર  પોલીસે hc માં ચોંકાવનારી વિગતો રજૂ કરી
Advertisement
  1. અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવનાર લોકોની ભરમાર (Ahmedabad)
  2. પોલીસ દ્વારા હાઇકોર્ટમાં સ્પષ્ટતા કરાઈ, 6 માસમાં 17 કરોડથી વધુનો દંડ વસૂલાયો
  3. છ મહિનામાં રૂ. 17,60,32,700 ની કિંમતનાં 89539 ચલણ ઇશ્યૂ કરાયા
  4. રોંગ સાઈડ વાહન ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ

Ahmedabad : અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરેલી કાર્યવાહીની વિગતો શહેર પોલીસે હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ રજૂ કરી છે. દરમિયાન, શહેર પોલીસે જણાવ્યું કે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી છેલ્લા 6 મહિનામાં 89,539 ચલણ ઇશ્યૂ કરીને રૂ. 17 કરોડથી વધુનો દંડ વસૂલાયો છે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad : LLB વિદ્યાર્થીઓ આનંદો..! HC નાં ચુકાદા બાદ 4500 થી વધુ છાત્રોને મોટી રાહત

Advertisement

6 મહિનામાં રૂ. 17,60,32,700 ની કિંમતનાં 89539 ચલણ ઇશ્યૂ કરાયા

અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) હાઈકોર્ટ સમક્ષ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કરેલી કાર્યવાહીની વિગતો રજૂ કરી હતી, જેમાં શહેર પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવનાર લોકોની ભરમાર છે. છેલ્લા 6 મહિનામાં કાર્યવાહી કરીને 89539 ચલણ ઇશ્યૂ કરાયા છે અને રૂ. 17,60,32,700 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

Advertisement

Rajakot Harassment Case, Gujarat High Court

આ પણ વાંચો - Gujarat Congress : એક તરફ પ્રદેશ પ્રમુખની પસંદગી, બીજી તરફ દિગ્ગજ નેતાના નિર્ણય એ આંચકો આપ્યો!

રોંગ સાઈડ વાહનચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ

પોલીસે વધુમાં જણાવ્યું કે, 1 જાન્યુઆરી, 2025 થી 16 જુલાઈ, 2025 સુધીમાં ટ્રાફિક નિયમોનું (Traffic Rule) ઉલ્લંઘન કરનારાઓ સામે 89539 ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે રોંગ સાઈડ વાહનચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. જે હેઠળ જાન્યુઆરીમાં 75, ફેબ્રુઆરીમાં 42 કેસ, માર્ચમાં 329 કેસ, એપ્રિલમાં 133 કેસ, મેમાં 95 કેસ, જૂનમાં 226 કેસ નોંધવામાં આવ્યા

આ પણ વાંચો - Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાની પસંદગી

Tags :
Advertisement

.

×