Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરી 'ફોર મિલિયન ટ્રી પ્લાન્ટેશન' નો પ્રારંભ કરાવશે
- AMC દ્વારા 'ફોર મિલિયન ટ્રી પ્લાન્ટેશન' નો પ્રારંભ કરાશે (Ahmedabad)
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરી કરાવશે પ્રારંભ
- AMC દ્વારા આગામી 1 વર્ષમાં 21 લાખ વૃક્ષ વાવવામાં આવશે
- કુલ 4 એજન્સીને કામ સોંપવામાં આવ્યું : જયેશ ત્રિવેદી
- 69 કરોડનાં ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવશે : જયેશ ત્રિવેદી
Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) દ્વારા 'ફોર મિલિયન ટ્રી પ્લાન્ટેશન' (Four Million Tree Plantation) નો પ્રારંભ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વૃક્ષારોપણ કરી આ અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાન હેઠળ AMC દ્વારા આગામી 1 વર્ષમાં 21 લાખ જેટલા વૃક્ષ વાવવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. રિક્રિએશન એન્ડ હેરિટેજ કમિટીનાં ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, આ માટે કુલ 4 એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. 69 કરોડનાં ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવશે.
આ પણ વાંચો - Corona Cases in Gujarat : રાજ્યમાં 265 એક્ટિવ કેસ, અ'વાદમાં નવજાત બાળક, ભરૂચમાં 50 વર્ષીય મહિલા પોઝિટિવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરી કરાવશે પ્રારંભ
શહેરમાં ગ્રીન કવર (Ahmedabad Green Cover) વધારવા અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'ફોર મિલિયન ટ્રી પ્લાન્ટેશન' અભિયાનની શરૂઆત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરીને આ અભિયાનનો પ્રારંભ કરાવશે. રિક્રિએશન એન્ડ હેરિટેજ કમિટીનાં ચેરમેન જયેશ ત્રિવેદીએ (Jayesh Trivedi) જણાવ્યું કે, આ અભિયાન હેઠળ AMC દ્વારા આગામી 1 વર્ષમાં 21 લાખ જેટલા વૃક્ષ વાવવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ માટે કુલ 4 એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આનંદ નર્સરી, હરિકૃષ્ણ નર્સરી એજન્સી, ધરતી નર્સરી અને નીલકંઠ લેન્ડસ્કેપ એજન્સીને કામ સોંપાયું છે.
Measuring. Clearing. Marking.
The land near CETP, Gyaspur is getting ready to turn green. This is where the journey to 4 million trees begins one plot at a time.
Stay tuned as Ahmedabad plants its way to a greener tomorrow! pic.twitter.com/V0kuEX5Vlg— AMCTMTrees(एक पेड़ मां के नाम) (@AmctmTrees) May 30, 2025
આ પણ વાંચો - Amreli : BJP નેતા વિપુલ દુધાત અને DySP વિવાદમાં દિલીપ સંઘાણીનું મોટું નિવેદન
શહેરમાં રૂપિયા 69 કરોડનાં ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવશે : જયેશ ત્રિવેદી
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, શહેરમાં રૂપિયા 69 કરોડનાં ખર્ચે વૃક્ષારોપણ (Tree Plantation) કરવામાં આવશે. એજન્સીઓએ તમામ કામગીરી કરવાની રહેશે. 90 ટકા સર્વાઇવલ રેટ બાદ 100 ટકા ચૂકવણી AMC દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં 60 સ્ક્વેર મીટર સુધી ગ્રીન કવર પહોંચ્યું છે.
આ પણ વાંચો - MNREGA Scam : મંત્રી પુત્ર કિરણ ખાબડના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ફરિયાદમાં ગંભીર આરોપ