Ahmedabad: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં, કોંગ્રેસ ભવન ખાતે મળશે બેઠક
- આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
- આવતીકાલે રાહુલ ગાંધી આવશે ગુજરાત
- અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે મળશે બેઠક
- 16 એપ્રિલે મોડાસા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાશે
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે. કોંગ્રેસનાં જીલ્લા- શહેરનાં નિરીક્ષકો સાથે બેઠક યોજશે. તેમજ નિરીક્ષકોના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે બપોરે 3 થી 5 દરમ્યાન બેઠક મળશે. તેમજ રાહુલ ગાંધી અમદાવાદમાં નિરીક્ષકોને તાલીમ આપશે.
અરવલ્લી જિલ્લાનો સંવાદ કાર્યક્રમ મોડાસા થશે
આવતીકાલે લોકસભાનાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસના જીલ્લા- શહેરનાં નિરીક્ષકોના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. નિરીક્ષકોની પ્રથમ બેઠક મોડાસા નહી મળે. મોડાસાનાં બદલે નિરીક્ષકોની પ્રથમ બેઠક અમદાવાદ ખાતે મળનાર છે. આ બેઠકમાં રાહુલ ગાંધી અને તેની ટીમ અમદાવાદમાં નિરીક્ષકોને તાલીમ આપશે. અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાશે. તા. 16 એપ્રિલનાં રોજ અરવલ્લી જીલ્લાનો સંવાદ કાર્યક્રમ મોડાસા ખાતે યોજાશે. મોડાસા મેઘરજ ચાર રસ્તા નજીક સ્વામિનારાયણ મંદિર ખાતે બેઠક યોજાશે.
આ પણ વાંચોઃ Bharuch: અંકલેશ્વરમાં બે કંપનીમાં લાગેલી આગમાં એક કર્મચારીનું મોત, બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ શરૂ
16 એપ્રિલે રાહુલ ગાંધી આવશે મોડાસા
તા. 16 જાન્યુઆરીનાં રોજ અરવલ્લી જીલ્લા ખાતે રાહુલ ગાંધીનો સંવાદ કાર્યક્રમ યોજાવાનો છે. જે બાબતે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં સંગઠન સર્જન અભિયાનની શરૂઆત અરવલ્લીથી થશે. તેમજ જીલ્લા કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા ખુદ રાહુલ ગાંધી મેદાને છે. પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ ગુજરાતનાં અરવલ્લીથી થસે. ગુજરાતનાં જીલ્લાઓનાં કોંગ્રેસનાં સક્ષમ પ્રમુખોની પસંદગી માટે અભિયાન શરૂ થશે. તેમજ સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે સંગઠન સર્જન અભિયાન યોજાશે. તેમજ બુથ સમિતિનાં કાર્યકરોને રાહુલ ગાંધી સંબોધશે. જીલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી અગવડો વિશે રાહુલ ગાંધી સાંભળશે.
આ પણ વાંચોઃ Vadtaldham સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં જરૂરિયાતમંદોને ચંપલોનું વિતરણ