Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : 'અહિંસા પરમો ધર્મ' નાં સૂત્ર એ આપણને નપુંસક બનાવ્યા : RP પટેલ

પાટીદાર અગ્રણી RP પટેલનું એક નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે.
ahmedabad    અહિંસા પરમો ધર્મ  નાં સૂત્ર એ આપણને નપુંસક બનાવ્યા   rp પટેલ
Advertisement
  1. પાટીદાર અગ્રણી RP પટેલનું ચર્ચાસ્પદ નિવેદન (Ahmedabad)
  2. સનાતન ધર્મની વાત કરતા ચર્ચાસ્પદ નિવેદન આપ્યું
  3. અહિંસાની સ્થાપના કરવા હિંસા જરૂરી છે : RP પટેલ

Ahmedabad : પાટીદાર અગ્રણી RP પટેલનું એક નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં છે. સનાતન ધર્મની વાત કરતા સમયે આપેલ આ નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. આર.પી. પટેલે કહ્યું કે, અહિંસાની સ્થાપના કરવા હિંસા જરૂરી છે. તેમણે કહ્યું કે, અહિંસા પરમો ધર્મનાં સૂત્ર એ આપણને નપુંસક બનાવ્યા છે.

આ પણ વાંચો - Valsad : મોતીવાડામાં કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ કરપીણ હત્યા કેસમાં પોલીસની લોકોને ખાસ આપીલ

Advertisement

Advertisement

સમાજનાં દુષ્ટ તત્વો અહિંસાની ભાષા સમજતા નથી : RP પટેલ

સાણંદનાં (Sanand, Ahmedabad) વનાળિયામાં સિંહ આકારનાં દુર્ગા માતાનાં મંદિરનો ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો, જેમાં પાટીદાર અગ્રણી આર.પી. પટેલ (Patidar leader R.P. Patel) સહિત અન્ય મહાનુભાવો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. દરમિયાન, આર.પી. પટેલે સનાતન ધર્મની વાત કરતા સમયે કહ્યું કે, 'અહિંસા પરમો ધર્મ' નાં સૂત્ર એ આપણને નપુંસક બનાવ્યા છે." તેમણે કહ્યું કે, અહિંસાની સ્થાપના કરવા હિંસા જરૂરી છે. સમાજનાં દુષ્ટ તત્વો અહિંસાની ભાષા સમજતા નથી.

આ પણ વાંચો - Rajkot : નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, જાણો કેટલા % થયું મતદાન ?

'દેવી-દેવતાનાં એક હાથમાં શાસ્ત્ર તો એક હાથમાં શસ્ત્ર છે'

પાટીદાર અગ્રણીએ આગળ કહ્યું કે, દેવી-દેવતાનાં એક હાથમાં શાસ્ત્ર તો એક હાથમાં શસ્ત્ર છે. જણાવી દઈએ કે, પાટીદાર અગ્રણી આર.પી. પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં (Vishwa Umiya Foundation) પ્રમુખ છે. તેમનું આ નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં છે.

આ પણ વાંચો - Surat : સાયકલ સવાર વિદ્યાર્થીને પૂરપાટ આવતા ડમ્પરચાલકે મારી જોરદાર ટક્કર, પોલીસે કરી અટકાયત

Tags :
Advertisement

.

×