ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad CP મલિકે શહેરના બદમાશ પોલીસવાળાઓને સુધારવાનો રસ્તો શોધી કાઢ્યો

ખુદ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે (G S Malik) દસકાઓથી ચાલી આવતી પોલમપોલ પર બ્રેક મારી ઉચ્ચ અધિકારીઓની જવાબદારી પણ નિશ્ચિત કરી દીધી છે.
07:20 PM May 31, 2025 IST | Bankim Patel
ખુદ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે (G S Malik) દસકાઓથી ચાલી આવતી પોલમપોલ પર બ્રેક મારી ઉચ્ચ અધિકારીઓની જવાબદારી પણ નિશ્ચિત કરી દીધી છે.

બદમાશ પોલીસવાળાઓની ઓળખ માટે કુખ્યાત એવી અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથકની 'કે' કંપની (K Company) આજકાલ ભારે ચર્ચામાં છે. ગેરહાજર પોલીસવાળાઓને ચોપડે હાજર બતાવવાનું કૌભાંડ હવે પોલીસ હેડ કવાટરમાં ચાલી નહીં શકે. કારણ કે, ખુદ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે (G S Malik) દસકાઓથી ચાલી આવતી પોલમપોલ પર બ્રેક મારી ઉચ્ચ અધિકારીઓની જવાબદારી પણ નિશ્ચિત કરી દીધી છે. Ahmedabad CP એ "તમે શું કરો છો તેની ખબર છે" તેમ કહીને કે' કંપનીના કારીગરોને ફરજનું ભાન કરાવવા પરિપત્ર કરી મજાવાળી નોકરીને સજામાં તબદીલ કરી દીધી છે.

શું છે K Company અને ત્યાં કોની નોકરી હોય છે ?

અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથકના તાબામાં આવતી 'કે' કંપનીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મુખ્ય ફરજ કેદી જાપ્તામાં જવાનું હોય છે. સાબરમતી જેલ (Sabarmati Jail) માં રહેલા કેદીને રાજ્યના અન્ય શહેર કે જિલ્લાની અદાલતમાં રજૂ કરવાનો હોય ત્યારે K Company ના કર્મચારીને તેની સાથે જવાનું અને પરત ફરવાનું હોય છે. અહીં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે મુકવામાં આવે છે. ફરજમાં ગેરવર્તણૂક તેમજ ગુનાહીત કામોમાં સંડોવાયેલા અનેક પોલીસ કર્મચારી હાલ Ahmedabad City Police HQ ખાતે નોકરી કરી રહ્યાં છે. હાલમાં 'કે' કંપનીમાં 4 PSI અને 52 એએસઆઈ, હે.કૉ. તેમજ કૉન્સ્ટેબલ સહિત કુલ 56 પોલીસવાળા ફરજ બજાવી રહ્યાં છે.

આ પણ  વાંચો -Abortion Scam : 10 થી 25 હજારમાં ગેરકાયદે ગર્ભપાત કરાવી આપતી નર્સ રંગે હાથ પકડાઈ

કાગળ પર સજા, વાસ્તવમાં મજા

પાછલા વર્ષોમાં ફરજ બજાવી ચૂકેલા અનેક Ahmedabad CP એ બદમાશ પોલીસવાળાઓને 'કે' કંપનીમાં સજા આપવાના ભાગરૂપે મુક્યા હતા, પરંતુ વાસ્તવમાં આ સ્થાન મજા માટેનું બની ગયું હતું. મોટાભાગના બદમાશ પોલીસવાળા તેમજ વહીવટદાર તરીકે પંકાયેલા માથાઓ મુખ્ય મથક ખાતે ફરજ પર જતા ન હતા. આમ છતાં તેમની હાજરી ચોપડે નિયમિત બોલતી રહેતી અને આખા અમદાવાદમાં વહીવટ કરી ખાતા. આ પોલીસ ખાતાનું ઓપન સિક્રેટ છે.

આ પણ  વાંચો -Monsoon 2025: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ

Ahmedabad CP ને કેવી-કેવી ફરિયાદો મળી ?

અમદાવાદ પોલીસ કમિશનર Gyanender Singh Malik ને છેલ્લાં કેટલાંક મહિનાઓમાં  'કે' કંપનીના પોલીસવાળાઓની ઢગલાબંધ ફરિયાદ મળી હતી. મોટાભાગના પોલીસવાળા ફરજ પર નહીં જતાં હોવા છતાં તેમની હાજરી પૂરાઈ જાય છે. નોકરી મુખ્ય મથક ખાતે હોવા છતાં તે શહેરના પોલીસ સ્ટેશનોમાં વહીવટ કરવા પહોંચી જાય છે. કેટલાંક તો ચાલુ નોકરીએ અમદાવાદ શહેર છોડી બહારગામ પણ જતા રહે છે. મુખ્ય મથકના કેટલાંક કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી નોકરીમાં પોલ મારવાનું સૌથી મોટું રેકેટ ચલાવાય છે.

મજાવાળી નોકરી હવે સજાવાળી લાગે છે

Ahmedabad CP એ શુક્રવારના રોજ 'કે' કંપનીના તમામ પોલીસવાળાઓને હાજર રાખ્યા હતા. પોલીસ કમિશનર મલિકે તમામને ફરજનું ભાન કરાવવા ઠપકો આપી સુધરી જવા છેલ્લી ચેતવણી આપવાની સાથે તેમની રજૂઆતો પણ સાંભળી હતી.

Tags :
Ahmedabad City Police HQAhmedabad CPBankim PatelDCP HQG.S. MalikGujarat FirstGyanender Singh MalikK CompanySabarmati Jail
Next Article