Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : કરોડોની કિંમતનું ડ્રગ્સ ટ્રકમાં ભરી ઓડિશાથી ત્રણ શખ્સો અમદાવાદ આવ્યા અને..!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી કરોડોનાં ડ્રગ્સ સાથે ઓડિશાનાં ત્રણ શખ્સોની ધરપકડ 200 કિલોથી વધુનાં ગાંજા સાથે MD ડ્રગ્સનું કન્ટેનર પણ જપ્ત કર્યું રાજ્યમાં ડ્રગ્સનાં નેટવર્કને અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ડ્રગ્સનાં નશાનાં...
ahmedabad   કરોડોની કિંમતનું ડ્રગ્સ ટ્રકમાં ભરી ઓડિશાથી ત્રણ શખ્સો અમદાવાદ આવ્યા અને
Advertisement
  1. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી
  2. કરોડોનાં ડ્રગ્સ સાથે ઓડિશાનાં ત્રણ શખ્સોની ધરપકડ
  3. 200 કિલોથી વધુનાં ગાંજા સાથે MD ડ્રગ્સનું કન્ટેનર પણ જપ્ત કર્યું

રાજ્યમાં ડ્રગ્સનાં નેટવર્કને અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ડ્રગ્સનાં નશાનાં નેટવર્ક પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાંથી કરોડો રૂપિયાનાં ડ્રગ્સ સાથે ઓડિશાનાં (Odisha) ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં 200 કિલોથી વધુનાં ગાંજા સાથે MD ડ્રગ્સનું કન્ટેનર પણ મળી આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - GST Department : બોગસ GST નંબર અને ટેક્સ ચોરી કરનારા ચેતી જજો! GST વિભાગની રાજ્યભરમાં મેગા ડ્રાઇવ!

Advertisement

ઓડિશાનાં ત્રણ શખ્સની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા શહેરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહીમાં ઓડિશાનાં ત્રણ શખ્સોની ધરપકડ પણ કરી છે. સાથે જ 200 કિલોથી વધુનાં ગાંજા સાથે MD ડ્રગ્સનું કન્ટેનર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 'જળસંચય અભિયાન' નો શુભારંભ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા

1100 કિલો ડ્રગ્સ ભરી ટ્રક ઓડિશાથી આવી હોવાની બાતમી મળી હતી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સુકવેલા ગાંજાનો મોટી માત્રામાં પાવડર પણ મળી આવ્યો છે. 1100 કિલો ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવતું હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. વટવા GIDC માં (GIDC Vatwa) આ ડ્રગ્સનો જથ્થો ઉતારવાનો હતો. ક્રાઇમ બ્રાન્ચને ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યાની માહિતી પણ મળી છે. આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Gujarat CM ભૂપેન્દ્ર પટેલે ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેની CGDCR માં જોગવાઈઓનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો

Tags :
Advertisement

.

×