ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી રાજસ્થાની ગેંગની ધરપકડ : રાજ્યના અનેક ગુનાઓનો ખુલ્યા ભેદ

રાજસ્થાનથી અમદાવાદ સ્પેશ્યલ ચોરી કરવા માટે રાજસ્થાની ગેંગ આવતી હતી, રાત્રે ચોરી કરીને રાતો-રાત માલ રાજસ્થાન મોકલી દેવામાં આવતો હતો
07:21 PM Sep 17, 2025 IST | Mujahid Tunvar
રાજસ્થાનથી અમદાવાદ સ્પેશ્યલ ચોરી કરવા માટે રાજસ્થાની ગેંગ આવતી હતી, રાત્રે ચોરી કરીને રાતો-રાત માલ રાજસ્થાન મોકલી દેવામાં આવતો હતો

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનની એક ચોરી કરતી ગેંગ ની ધરપકડ કરી છે, જેમણે રાજ્યમાં અનેક ગુનાઓ કર્યા હતા. આ ગેંગ સ્પોર્ટ્સ મોટરસાયકલોની ચોરી કરતી હતી અને તેને રાજસ્થાન લઈ જઈને ખોલીને તેના સ્પેર પાર્ટ્સ વેચી મારતી હતી.  ક્રાઇમ બ્રાન્ચે 7થી વધુ આરોપીઓને પકડી પાડ્યા છે. રાજ્યના અનેક ચોરીના કેસોનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગ દિવસે રેકી કરી રાત્રે ચોરી કરતી હતી. મળી રહેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 10થી વધારે ચોરીના ભેદ ઉકેલાયા છે. તપાશમાં વધુ માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો- Seventh Day School Case : વિદ્યાર્થીની હત્યા કેસમાં શાળાને ગુજરાત HC એ કર્યા આદેશ

રાજસ્થાની ગેંગ ની મોડસ ઓપરેન્ડી : દિવસે રેકી, રાત્રે ચોરી

આ ગેંગ રાજસ્થાનથી ચોરી કરવા માટે અમદાવાદ આવતી હતી. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સ્પોર્ટ્સ બાઈકોની ચોરી કરતી હતી. તેઓ દિવસે રેકી કરતા અને રાત્રે મકાનો અને વ્યાપારી દુકાનોમાંથી મોટરસાયકલોની ચોરી કરતા હતા. ચોરી કરેલા માલને તેઓ રાતોરાત રાજસ્થાન લઈ જતા અને ત્યાં ખોલીને સમાન વેચી મારતા હતા. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતાં તેઓએ વોચ ગોઠવી અને ગેંગના 7થી વધુ આરોપીઓને પકડી પાડ્યા છે. આ કાર્યવાહીથી રાજ્યમાંના 10થી વધુ ચોરીના કેસોનો ભેદ ઉકેલાયો છે.

ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી : રાજસ્થાની ગેંગ નો પર્દાફાશ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાની ગેંગની ધરપકડ કરીને અનેક ભેદ ઉકેલ્યા હોવાની માહિતી સામે આવી છે. આરોપીઓ ચોરી કરવા માટે સ્પેશ્યલ રાજસ્થાનથી અમદાવાદ આવતા હતા. તેઓ સ્પોર્ટ્સ મોટરસાયકલોને ટાર્ગેટ બનાવતા અને ચોરી કરેલા માલને રાજસ્થાન લઈ જતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના માલ અને સાધનો જપ્ત કર્યા છે. આ કાર્યવાહીથી રાજ્યમાં ચોરીના કેસોમાં ઘટાડો થશે અને તપાશમાં વધુ માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો- Rahul Gandhi એ વધાર્યા ગુજરાતના આંટાફેરા ; એક સપ્તાહમાં બીજી વખત આવશે જૂનાગઢ

Tags :
#MotorcycleMasmot#RajasthanGangArrest#RajasthanTheft#SportsMotorcycleTheft#TheftGangAhmedabadCrimeBranchAhmedabadPoliceGujaratiNews
Next Article