Indian Passport : 500 જેટલાં પાસપોર્ટધારકોની તપાસ કેમ કરી રહી છે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ?
Indian Passport : ભારતીય નાગરિકને વિદેશ પ્રવાસ કરવા માટે સૌ પ્રથમ ભારતીય પાસપોર્ટ (Indian Passport) હોવો જરૂરી છે. જન્મનું પ્રમાણપત્ર/સ્કુલ લીવિંગ, આધાર કાર્ડ સહિતના રહેઠાણના પુરાવા Indian Passport મેળવવા માટે અરજદાર પાસે હોવા જરૂરી છે. આ દસ્તાવેજો વિના ભારતીય પાસપોર્ટ મેળવવો અસંભવ છે. જો કે, બાંગ્લાદેશી ઘૂસણખોર કે પાડોશી દેશમાંથી ઘૂસી આવેલા ત્રાસવાદી પણ ભારતીય Passport આસાનીથી મેળવી શકે છે અને તેનું ઉદાહરણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) પોલીસ ચોપડે નોંધેલો કેસ છે. પોલીસ કસ્ટડીમાં રહેલી બાંગ્લાદેશી મહિલાના પાકિસ્તાન કનેકશન (Pakistan Connection) ની તપાસ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, ક્રાઈમ બ્રાંચે બોગસ દસ્તાવેજો તૈયાર કરાવી આપી પાસપોર્ટ કચેરીમાં ગોઠવણ ધરાવનારા આંતરરાજ્ય એજન્ટોની ઓળખ કરી લીધી છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ઘટસ્ફોટ કરશે.
ક્રાઈમ બ્રાંચ 500 પાસપોર્ટની ચલાવી રહી છે તપાસ
છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચંડોળા તળાવ (Chandola Lake) માં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ચલાવી રહી હતી. બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Infiltrators) અને તેમના પરિવારે Indian Passport બનાવી લીધા હોવાની કિસ્સા ભૂતકાળમાં અનેક વખત સામે આવી ચૂક્યાં છે. આ જ કારણે ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીએ કૉવિડ મહામારી (Covid Pandemic) બાદ અમદાવાદ શહેરના સરનામે નીકળેલા શંકાસ્પદ પાસપોર્ટની ખાનગી રાહે તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન 500 જેટલાં શંકાસ્પદ Indian Passport ની માહિતી સામે આવી છે. અમદાવાદના જુદાજુદા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા 500 જેટલાં લોકોની પાસપોર્ટ અરજી બાદ પોલીસ તપાસમાં વાંધો કેમ આવ્યો હતો ? પાસપોર્ટ અરજદાર મૂળ ભારતીય નાગરિક છે કે નહીં ? આવી બાબતોને લઈને તપાસ શરૂ કરાઈ છે. જેમાં કેટલાંક બાંગ્લાદેશી ઘૂસણખોરોએ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં નામ બદલી નાંખી પાસપોર્ટ મેળવી લીધા છે.
બે વર્ષમાં બાંગ્લાદેશી યુવતીએ પાસપોર્ટ કઢાવી લીધો
Crime Branch Ahmedabad ની તપાસમાં સૌ પ્રથમ ઝોયા રાજપૂતના એક શંકાસ્પદ Indian Passport ની માહિતી મળી હતી. અમદાવાદના નારોલ વિસ્તારમાં હાલ પતિ અને આઠેક મહિનાના સંતાન સાથે રહેતી ઝોયાની પોલીસે પૂછપરછ તપાસ કરતા ચોંકાવનારી હકિકતો સામે આવી છે. મૂળ બાંગ્લાદેશની ઢાકા (Dhaka Bangladesh) ના નારાયણગંજની રહીશ ઝરના શેખ વર્ષ 2014માં ઘૂસણખોરી કરી ભારતમાં પ્રવેશી હતી. ત્રણેક વર્ષ મુંબઈ-અમદાવાદની વચ્ચે અવરજવર કરનારી ઝોયા વર્ષ 2016માં અમદાવાદના નારોલ વિસ્તારમાં ભાડાનું મકાન રાખીને રહેવા લાગી હતી. મર્હુમ યુનુસ નામના એક શખ્સ થકી તેણીએ વર્ષો અગાઉ આધારકાર્ડ કઢાવ્યું હતું તેમજ અન્ય એક શખ્સ થકી ઉત્તરપ્રદેશ ખાતેથી 60 હજાર રૂપિયામાં જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું. વર્ષ 2018માં ઝોયાએ અમદાવાદ આરપીઓ (RPO Ahmedabad) ખાતે પાસપોર્ટ માટે ઑનલાઈન અરજી કરી હતી. નારોલ વિસ્તારના સરનામે રહેતી ઝોયાને પાસપોર્ટ આપવામાં વાંધો હોવાનો ત્રણ-ત્રણ વખત સ્થાનિક પોલીસે રહેઠાણ બાબતે રિપોર્ટ કર્યો હતો. આમ છતાં, Ahmedabad RPO એ ભાડા કરારના આધારે ઝોયા રાજપૂતને Indian Passport જારી કરી દીધો હતો.
ભારતીય પાસપોર્ટ પર બાંગ્લાદેશ/UAE નો પ્રવાસ
Indian Passport મળતાની સાથે જ ઝોયા રાજપૂતે દક્ષિણ પૂર્વના દેશ, સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશની અનેક વખત મુસાફરી કરી છે. પાસપોર્ટ મેળવવા માટે તેણીએ આપેલો મોબાઈલ નંબર અન્ય નામથી રજીસ્ટર્ડ છે. વર્ષ 2017થી 2021 દરમિયાન તેણીએ 6 વખત ગુજરાત તથા મહારાષ્ટ્રનું સરનામું બદલવામાં આવી ચૂક્યું છે. આ ઉપરાંત તેના E Mail ID ની તપાસ કરતાં તે પ્રથમ વખત પાકિસ્તાનથી એક્ટિવેટ થયું હતું. જ્યારે ઝોયાના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ બાંગ્લાદેશ ખાતેથી એકટિવ થયેલા હોવાનું સામે આવ્યું છે. ઝોયાના ઘરની તલાશી લેતા પોલીસને ત્યાંથી બાંગ્લાદેશી ચલણી નોટો પણ મળી આવી છે.
આ પણ વાંચોઃ IPS સાથે સંકળાયેલા જતીન શાહ તેમજ સેજલ શાહના ઘરે Paldi Gold Case માં ઈડી કેમ આવી ?
ઝોયાના પાકિસ્તાન કનેકશનની તપાસ જારી
Zoya Rajput Passport કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને Pakistan Connection હાથ લાગ્યું છે. UAE સહિતના દેશોમાં ભારતીય પાસપોર્ટ આધારે પ્રવાસ કરી આવેલી બાંગ્લાદેશી મહિલા ઝરના ઉર્ફે ઝોયાના UAE સ્થિત બેંક એકાઉન્ટમાં બે-ત્રણ ટ્રાન્ઝેક્શન થકી 50 લાખ રૂપિયા જેટલી રકમ જમા થઈ છે. આ રકમ દુબઈ સ્થિત એક કંપનીમાંથી ઝોયાના બેંક એકાઉન્ટમાં આવી છે. જે કંપનીમાંથી લાખો રૂપિયા ઝોયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે તેના કર્તાહર્તા પાકિસ્તાનના છે. પૂછપરછ દરમિયાન ઝોયા લાખો રૂપિયા તેના બાંગ્લાદેશ ખાતે રહેતા ભાઈએ મોકલ્યા હોવાનું રટણ કરી રહી છે.
આ પણ વાંચોઃ Voice of Operation Sindoor : 'ઓપરેશન સિંદૂર'નો અવાજ બનેલા અધિકારીઓને સલામ, જાણો તેમના વિશે ખાસ વાત