Ahmedabad : યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં પોલીસ આરોપી સુધી તો.
- અમદાવાદના સરખેજમાં લૂંટના ઇરાદે યુવક પર જીવલેણ હુમલાનો બનાવ
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ કરી ભેદ ઉકેલ્યો
- હુમલાખોરનું પુલ પરથી પડી જવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું
- હુમલાખોરે સામે હત્યા અને લૂંટના ગુનાઓ નોંધાયેલા હતા
Ahmedabad Crime : અમદાવાદના સરખેજ વિસ્તારમાં લૂંટના ઇરાદે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime ) ઝીણવટભરી તપાસ કરતાં હુમલાખોર સાબરમતી જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ ભાગી ગયો હોવાનું અને ત્યારબાદ ઓગષ્ટ માસમાં તેનુ મોત થયુ હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના પ્રયાસનો જઘન્ય ગુનો સોલ્વ કરી દીધો હતો
બ સરખેજના શંકરપુરા છાપરા સામે યુવક પર હુમલો
ક્રાઇમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા મુજબ ગત 19 માર્ચે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત યુવક આદિલના મોટાભાઇ આસીફ વારીસભાઇ શેખે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સરખેજના શંકરપુરા છાપરા સામે બજાજ સ્ટીલ નામની કંપનીની સામે વહેલી સવારે એક વ્યક્તિએ તિક્ષ્ણ હથિયાર વડે આદિલના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.
આરોપી હત્યાના બનાવમાં સાબરમતી જેલમાં હતો
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે પણ મામલાની તપાસ શરુ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શકમંદનો ફોટો અને આરોપીની મોડસ ઓપરેન્ડીની તપાસ કરતાં આરોપી યાસીન ખાન ઉર્ફે સેન્ડો ઉર્ફે લબુ ઈબ્રાહીમખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીની તપાસ કરતા આરોપી આઈપીસીની કલમ 302, 392 હેઠળ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તેણે 12/02/24 થી 23/02/24 સુધી પેરોલ રજા મેળવી હતી.
આ પણ વાંચો----Ahmedabad : નકલી જજ અને ભેજાબાજ મોરિસ ક્રિશ્ચિયનની ફરી એકવાર ધરપકડ
આરોપી પેરોલમાંથી ફરાર થઈ ગયો હતો.
ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ઉંડી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી સાબરમતી જેલમાંથી પેરોલ રજા મેળવ્યા બાદ પેરોલમાંથી ફરાર થઇ ગયો હતો. આ આરોપીએ 19/03/24 ના રોજ વહેલી સવારે બજાજ સ્ટીલ કંપનીની સામે સહજાનંદ એસ્ટેટ શંકરપુરા, સરખેજના છાપરા સામે જાહેરમાં લૂંટના ઈરાદે તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.
આરોપીનું પુલ પરથી પડી ગયા બાદ મોત થયું હતું
ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને હ્યુમન ઇન્ટેલિજન્સ ઇનપુટ દ્વારા જાણવા મળ્યું હતું કે આરોપી કચ્છના ગાંધીધામ ખાતે તેના ભાઇના ઘરે હતો. આ સંદર્ભે અંજારમાં રહેતા આરોપીના ભાઈ મહેબૂબ ઈબ્રાહીમખાન પઠાણની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આરોપી તેના ભાઈ યાસીનખાન ઉર્ફે સેન્ડો ઉર્ફે લબુ ઈબ્રાહીમખાન પઠાણનું મૃત્યુ થયું હતું. ગઇ 05/08/2024 ના રોજ ગાંધીધામના ચુંગીનાકા ખાતે પુલ પરથી પડી ગયા બાદ યાસીનખાનનું મોત થયું હતું.
ક્રાઇમ બ્રાન્ચે આરોપીનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવ્યું
આ સંદર્ભે તપાસ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવ્યું છે. આ અંગે સરખેજ પોલીસ મથકે રીપોર્ટ મોકલી વણઉકેલાયેલ ગુનો ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો----Ahmedabad શહેરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો, બુટલેગર અને તેના સાગરીતોએ કરી એક યુવકની હત્યા
આરોપીનો ગુનાઇત ઈતિહાસ
તેમજ સાબરમતી જેલમાં ડેથ સર્ટિફિકેટના આધારે પેરોલ ફરાર હોવા અંગે જેલ અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. આરોપીનો ગુનાઇત ઈતિહાસ ચકાસતા તેની સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 302,392 હેઠળ અને D.C.B. પોલીસ સ્ટેશનમાં પણ IPCની કલમ 302,392 હેઠળ ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું હતું.
આરોપીએ તેની પ્રેમિકાની હત્યા કરી હતી
જુલાઇ 2009માં આરોપી જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ તેની પ્રેમિકાની હત્યા કરી નદીમાં ફેંકી દીધી હતી. તથા એક વર્ષ પહેલા તેણે એક વ્યક્તિનું ગળું દબાવી હત્યા કરી હતી અને એક વ્યક્તિ પાસેથી રૂ. 300/- એલિસબ્રિજ નીચે અને મફલર વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી.
એકલતાનો લાભ લઇ લૂંટના ઇરાદે લોકો પર જીવલેણ હુમલો કરતો
પોલીસ તપાસમાં જણાયુ હતું કે આ આરોપી દિવસ-રાત એકાંત સ્થળોએ ફરતો હતો અને એકલતાનો લાભ લઇ લૂંટના ઇરાદે લોકો પર જીવલેણ હુમલા કરવાની ટેવ ધરાવતો હતો.
આ પણ વાંચો----VADODARA : શહેરની "ડ્રોન પ્રેન્યોર" દિકરીની પ્રશંસા કરતા રાજ્યના મુખ્યમંત્રી