ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: પોલીસ કસ્ટડીમાંથી અપહરણ અને દુષ્કર્મનો ગુનેગાર થયો ફરાર

Ahmedabad: અમદાવાદમાં ફરી એકવાર પોલીસ કસ્ટડીમાંથી ગુનેગાર ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલા જ અપહરણ અને દુષ્કર્મ સહિતના ગુનામાં સોલા પોલીસે ઝડપેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો છે. કુદરતી હાજતે જવાના બહાને આરોપી લોકોમાંથી બહાર નીકળ્યો...
05:15 PM Jul 13, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: અમદાવાદમાં ફરી એકવાર પોલીસ કસ્ટડીમાંથી ગુનેગાર ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલા જ અપહરણ અને દુષ્કર્મ સહિતના ગુનામાં સોલા પોલીસે ઝડપેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો છે. કુદરતી હાજતે જવાના બહાને આરોપી લોકોમાંથી બહાર નીકળ્યો...
Ahmedabad

Ahmedabad: અમદાવાદમાં ફરી એકવાર પોલીસ કસ્ટડીમાંથી ગુનેગાર ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલા જ અપહરણ અને દુષ્કર્મ સહિતના ગુનામાં સોલા પોલીસે ઝડપેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો છે. કુદરતી હાજતે જવાના બહાને આરોપી લોકોમાંથી બહાર નીકળ્યો અને પોલીસને ચકમો આપી રફુચક્કર થઈ જતા પોલીસની ટીમ દોડતી થઈ છે. કોણ છે આરોપી અને કઈ રીતે થયો ફરાર જોઈએ આ અહેવાલમાં...

સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં બન્યો સમગ્ર બનાવ

ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો અમદાવાદ (Ahmedabad)ના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન (Sola High Court Police Station)ના છે. દેખાતી આ બારીમાંથી એક ગુનેગાર ફરાર થઈ ગયો છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન (Sola High Court Police Station)માં સમગ્ર બનાવ બન્યો છે. 21 વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામના ગુનેગારની સોલા પોલીસે 10 જુલાઈએ ધરપકડ કરી હતી અને 15 મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હોય જેની તપાસ ચાલતી હતી, તે દરમિયાન શનિવારે વહેલી સવારે આઠ વાગે આસપાસ મેહુલ પરમાર લોકઅપમાં હતો અને તેણે પીએસઓને લોકોની અંદરનું ટોયલેટ બ્લોક થઈ ગયો હોવાનું જણાવતા ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલે તેને લોકઅપમાંથી બહાર કાઢી પોલીસ કર્મીઓના ટોયલેટમાં કુદરતી આઝાદ માટે મોકલ્યો હતો. જ્યાં દસ મિનિટ સુધી તે બહારના આવતા પોલીસને શંકા જતા દરવાજો ખોલીને જોતા મેહુલ પરમાર બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું.

ત્રણ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ

ફરજ પર હાજર પોલીસ કરમી એ આ બનાવ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં ઝડપાયેલા આરોપી સામે ગત જુન મહિનામાં એક ગુનો નોંધાયો હતો, જેમાં તે સગીર વયની યુવતીને ભગાડીને લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે મામલે સોલા હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી વસ્ત્રાલ વિસ્તારમાં બાંધકામની સાઈટ ઉપર હોવાની માહિતીના આધારે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બનતા ની સાથે જ પોલીસે આરોપીને પકડવા અલગ-અલગ દિશામાં શોધખોળ હાથ ધરી છે.

આરોપી પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે?

મહત્વનું છે કે થોડાક સમય પહેલા ખાડિયાના કુખ્યાત મર્ડર આરોપી મોન્ટુ નામદારની પણ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાની ઘટના સામે આવી હતી, જોકે તે કેસમાં પોલીસ કર્મીઓની સંડોવણી હોવાથી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પરંતુ આ કેસમાં પ્રાથમિક તપાસમાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓની બેદરકારી હોય તેવું સામે ન આવ્યું હતું. છતાં પણ સોલા પોલીસે આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપી પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે?

અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો: Kheda: વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ધૂળ! આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદરકારી?.

આ પણ વાંચો: Rajkot : રાજકોટવાસીઓ માટે ખુશખબર! આ મહિનાથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ

આ પણ વાંચો: Surat : નકલી ચલણી નોટોનો પર્દાફાશ! આરોપીના બેગમાંથી રૂ. 100 ની 97 નકલી નોટો મળી

Tags :
AhmedabadAhmedabad Latest NewsAhmedabad NewsGujarati NewsLatest Gujarati Newslatest newsSola High Court Police StationVimal Prajapati
Next Article