Ahmedabad : સાયકલ ચાલકને ટક્કર મારી ભાગવું પડ્યું ભારે
- અમદાવાદમાં અકસ્માત સર્જનારો ભાજપ નેતાનો નશેડી પુત્ર ઝડપાયો
- ભાજપ નેતાના નશેડી પુત્રએ બે સાયકલચાલકોને લીધા હતા અડફેટે
- ચિક્કાર નશામાં આરોપીએ સોલા બ્રિજને સમજી લીધો હતો રેસિંગ ટ્રેક
- વસ્ત્રાપુર પોલીસે પરમ વોરા નામના નશેડી વાહનચાલકની કરી ધરપકડ
Ahmedabad:અમદાવાદમાં 23મી નવેમ્બરે SG હાઈવે પર હાઈકોર્ટ ઓવર બ્રિજ પર હિટ એન્ડ રન(HitAndRunCases)ની ઘટના બની હતી, જેમાં એક SUV કારચાલક બે સાઇકલ સવારને ટક્કર મારીને ભાગી ગયો હતો. ટક્કર બાદ સાઇકલ પર સવાર બંને લોકો દૂર સુધી ફંગોળાયા હતાં. આ ઘટનામાં એક ડોક્ટર અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસે (Ahmedabadpolice)SUV ચાલક પરમ ઉદય વોરાની ધરપકડ કરી લીધી છે.
દારુના નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો પણ દાવો
23મી નવેમ્બરે વહેલી સવારે હાઇકોર્ટ બ્રિજ પર હિટ એન્ડ (SGHighwayRally)રનની આ ઘટના બની હતી. વહેલી સવારે કેટલાક તબીબો મિત્રો સાથે સાઈકલિંગ કરી બ્રિજ પરથી સવાર થઈ રહ્યા હતાં. આ દરમિયાન એકાએક પાછળથી કાળા રંગની SUV આવી અને સાઇકલ ચાલક ડો.અનિસ તિવારી અને ક્રિષ્ના શુક્લાને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગઈ હતો. પોલીસ સીસીટીવીના આધારે કાળા રંગની SUV ચાલક પરમ ઉદય વોરાને ઝડપી લીધો છે. પરમે વસ્ત્રાપુરની સોસાયટીમાં દારુની મહેફિલ માણી હતી અને દારુના નશામાં અકસ્માત કર્યો હોવાનો પણ દાવો કરાયો છે. પોલીસના મતે આ સમગ્ર બાબત તપાસનો વિષય છે. તે અંગેના કોઈ પુરાવા હજુ નથી મળ્યા.
Ahmedabad : સાયકલ ચાલકને ટક્કર મારી ભાગવું પડ્યું ભારે | Gujarat First
થોડાદિવસ પહેલા અમદાવાદના એસ.જી.હાઇ-વે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી કારચાલકે સાઇકલીંગ કરતા બે ડોક્ટરને ફંગોળ્યા હતા અને કાર ચાલક નાસી ગયો હતો જે આજે અમદાવાદ પોલીસ ધરપકર કરી કાર્યવાહી હાથ ધરી છે.… pic.twitter.com/P3A8dQGmOX
— Gujarat First (@GujaratFirst) November 30, 2024
આ પણ વાંચો -Gandhinagar: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો મોટો નિર્ણય,જો ડૉક્ટરો આવું કરશે..
પોલીસ કેવી રીતે આરોપી સુધી પહોંચી?
આ કેસની તપાસ કરી રહેલી પોલીસે 100થી વધુ CCTV ફૂટેજ ચકાસીને કારનો રજીસ્ટ્રેશન નંબર મેળવી લીધો હતો. જેના આધારે પોલીસ કારના માલિક સુધી પહોંચી હતી.
આ પણ વાંચો -આવા સરકારી શિક્ષકોની નોકરી ખતરામાં, શિક્ષણ મંત્રીએ કહ્યું તત્કાલ હકાલપટ્ટી કરો
પોલીસે આરોપીની ધરપકડ કરી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ પરમ વોરા (રહે. છારોડી) તરીકે થઈ છે. જે સમયે અકસ્માત સર્જ્યો તેની પહેલા જ પરમે વસ્ત્રાપુર સ્થિત એક ફ્લેટમાં મિત્રો સાથે દારૂની મહેફિલ માણી હતી. જો કે અકસ્માત સર્જ્યા બાદ તેણે પોતાની કાર રિપેરિંગમાં આપી હતી. જ્યાં તેણે ઉદયપુર બહેનના પરિવારમાં લગ્ન માટે જવાનું હોવાનું જણાવ્યું હતુ. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.