Ahmedabad : દાણીલીમડામાં ફેક્ટરીનાં ટેન્કમાં એક યુવક પડતા તેને બચાવવા પડેલ બે યુવકો સહિત ત્રણના મોત
- અમદાવાદના દાણીલીમડામાં ત્રણ યુવકના થયા મોત
- ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીનો બનાવ
- પોલીસ, જીપીસીપી તેમજ મામલતદાર દ્વારા તપાસ શરૂ કરી
- FSLની ટીમ અને અધિકારીઓ ઘટનાને લઈને થયા દોડતા
અમદાવાદના દાણીલીમડામાં ખોડિયારનગર જીન્સ બનાવતી કંપનીમાં ત્રણ યુવકોના મોત થતા હોબાળી મચી જવા પામ્યો હતો. જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 યુવકના મોત નિપજ્યા હતા. સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમામનું મોત નિપજ્યું હતું. એક શ્રમિક ટેન્કમાં પડતા અન્ય બે પણ તેને બચાવવા પડ્યા હતા. ગેસ ગળતરથી મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એફએસએલ ની ટીમ અને અધિકારીઓ ઘટનાને લઈ દોડતા થયા છે. તેમજ પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટરને રાઉડઅપ કરી પૂછપરછ કરી છે.
ત્રણેય મૃતકોના પરિવાર ની ન્યાય ની માગ
અમદાવાદની દાણીલીમડા વિસ્તારની એમ.કે.ક્રિએશન કંપનીમાં 3 શ્રમિકોના મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. કપડા વોશિંગ કરવામાં યુનિટમાં ઘટના બનવા પામી હતી.ત્રણેય મૃતકોને મૃતદેહને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ સાથેજ ત્રણેય મૃતકોના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા એલજી હોસ્પિટલ ખાતે પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પણ એલજી હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે. ત્રણેય મૃતકોના પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.
દાણીલીમડા મૃત્યુ કેસ માં Lg હોસ્પિટલ સુપ્રીડેન્ટન નું નિવેદન આવ્યું સામે
અમદાવાદના દાણીલીમડા મૃત્યુ કેસમાં એલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ લીના ડાભીએ નિવેદન સામે આવ્યું છે. સવારે દસ વાગ્યા આજુબાજુ ત્રણ યુવકોને લાવવામાં આવ્યા હતા. ત્રણેય લગભગ વીસ પચ્ચીસ વર્ષની ઉંમરના હતા. ટાંકીમાં સાફ સફાઈ માટે ઉતર્યા હતા. સુનિલ બાદ બીજો યુવક ગયો હતો અને ત્રીજો યુવક ટાંકીમાં ગયો હતો. હોસ્પિટલ આવ્યા ત્યારે ત્રણેય લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા. હાલ મૃતદેહને પીએમ માટે વીએસ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
શ્રમિકોના મોત મામલે અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા
અમદાવાદના દાણીલીમડા વિસ્તારની એમ.કે.ક્રિએશન કંપનીમાં 3 શ્રમિકોના મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. શ્રમિકોના મોત મામલે અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. શ્રમિકોના મોત મામલે તપાસ માટે એફએસએલ ની ટીમ પહોંચી છે. જીપીસીસી ના અદિકારી તેમજ મામલતદાર, યુનિટના સંચાલક નૌસાદને લઈ પોલીસ, fsl તેમજ જીપીસીબી તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Gandhinagar : દેશના ઇતિહાસમાં પ્રથમવાર : ગુજરાતે દાખલો બેસાડ્યો વ્યાજખોરોની મિલ્કત જપ્ત