Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : આગ વરસતી ગરમીમાં શહેરમાં ડિહાઇડ્રેશનના કેસ વધ્યા, જાણો તબીબોએ શું કરી અપીલ

સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ બેથી ત્રણ જેટલા દર્દીઓ ડિહાઇડ્રેશનના કારણે બેભાન થવાથી દાખલ થઈ રહ્યા છે
ahmedabad   આગ વરસતી ગરમીમાં શહેરમાં ડિહાઇડ્રેશનના કેસ વધ્યા  જાણો તબીબોએ શું કરી અપીલ
Advertisement
  • સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11640 ઓપીડી નોંધાઇ
  • છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 67 કેસ નોંધાયા છે
  • મેલેરિયાના શંકાસ્પદ 278 કેસ તથા ઝાડા ઉલ્ટીના 35 કેસ નોંધાયા

ઉનાળામાં આગ વરસતી ગરમીમાં તાપમાનનો પારો જ્યારે 42 ડિગ્રીને પાર થયો છે ત્યારે ડિહાઇડ્રેશનના કેસો પણ વધી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ બે થી ત્રણ જેટલા દર્દીઓ ડિહાઇડ્રેશનના કારણે બેભાન થવાથી દાખલ થઈ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ઓપીડી પણ 11,690 જેટલી નોંધાઇ છે. ત્યારે દાખલ દર્દીઓની સંખ્યા 1098 એ પહોંચી છે.

છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 35 કેસ સામે આવ્યા

છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 35 કેસ સામે આવ્યા છે. ડેન્ગ્યુ 143 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 1 પોઝિટિવ આવ્યો જ્યારે મેલેરિયાના શંકાસ્પદ 278 કેસ નોંધાયા છે. તેમજ સ્વાઈન ફ્લૂ 36 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. હમણાં સોલા સિવિલ હોસ્પિટલમાં હીટવેવના કારણે ડિહાઇડ્રેશન કેસો આવી રહ્યા છે. તેનાથી બચવા માટે થઈને તબીબ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ગરમીમાં ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે તેમને ચક્કર આવવા, બેભાન થવા અને ડિહાઇડ્રેશન થવાની ફરિયાદો વધી છે. ત્યારે બચવા માટે થઈને ઓઆરએસનું સેવન કરવું તેમજ વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવી છે તથા બિનજરૂરી બપોરે 1 થી 4 ના સમયગાળા દરમિયાન ઘરની બહાર ના નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે.

Advertisement

આકરી ગરમીમાં તબીબ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી

આકરી ગરમીમાં તબીબ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જેમાં તબીબોની સલાહ છે કે ઉનાળામાં વધુ ગરમી પડતા વધુને વધુ પાણી પીવો તેમજ તડબૂચ જેવા ફળનું સેવન કરવું જરૂરી છે. તથા વાસી કે બહારનું ખાવાનું ટાળવુ જોઇએ. લોકોએ શક્ય બને ત્યાં સુધી કામ વગર બપોરે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને જે લોકોને રોજિંદા કામ માટે બહાર જવાનું થતું હોય તેમણે પણ કોટન કપડાં, માથે ટોપી તથા મોઢા પર રૂપાલ બાંધવો જોઇએ. તેમજ લૂ ના લાગે માટે ઓઆરએસ અને લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. ગરમીમાં બસના મુસાફરોને રાહત આપવા મનપા દ્વારા પણ પ્રયાસ હાથ ધરાતા શહેરના વિવિધ બસસ્ટેન્ડ પર સુવિધા કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot : રંગીલા શહેરમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો, જુઓ અકસ્માતનો Live Video

Tags :
Advertisement

.

×