Ahmedabad: થલતેજ વિસ્તારની ઉદગમ સ્કૂલમાં શિક્ષણનો વેપાર, સ્ટિંગ ઓપરેશનમાં મોટો ઘટસ્ફોટ
- Ahmedabad: NSUI પ્રવક્તા સુધીર રાવલે કરેલ સ્ટિંગ ઓપરેશનમાં મોટો ઘટસ્ફોટ
- NSUI નાં ઉદગમ સ્કૂલની શિક્ષણ પ્રણાલી સામે અનેક સવાલો
- સ્કૂલમાં ઘંધાકિય પ્રવૃતિ પર પ્રતિબંધ છતાંય ખુલ્લેઆમ શિક્ષણનો વેપાર
Ahmedabad: અમદાવાદના થલતેજ વિસ્તારની ઉદગમ સ્કૂલમાં શિક્ષણનો વેપાર શરૂ થયો છે. જેમાં NSUI પ્રવક્તા સુધીર રાવલે કરેલ સ્ટિંગ ઓપરેશનમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. NSUI નાં ઉદગમ સ્કૂલની શિક્ષણ પ્રણાલી સામે અનેક સવાલો કર્યા છે. તેમાં શાળા પરિસરને ધંધાનું માધ્યમ બનાવી દીધો છે. સ્કૂલમાં ઘંધાકિય પ્રવૃતિ પર પ્રતિબંધ છતાંય ખુલ્લેઆમ શિક્ષણનો વેપાર થઇ રહ્યો છે.
સ્કૂલમાં ટ્યુશન ક્લાસ કે ટ્યુશન ક્લાસમાં શાળા તેવી ચર્ચા શરૂ
સ્કૂલમાં ટ્યુશન ક્લાસ કે ટ્યુશન ક્લાસમાં શાળા તેવી ચર્ચા શરૂ થઇ છે. કી સ્ટોન ટ્યુશન ક્લાસીસની ઓફિસમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં ઉદગમ સ્કૂલનો વહિવટ સંભાળતા કી સ્ટોન સંચાલકો સામે આવ્યા છે. ઉદગમ સ્કૂલની ફિ રૂપિયા 1 લાખ અને કી સ્ટોન ક્લાસની ફિ 90 હજાર લેવામાં આવે છે. ઉદગમ સ્કૂલ અને કી સ્ટોન સંચાલકોએ UK નામ આપ્યું છે. UK એટલે ઉદગમ - કી સ્ટોન બેંચ. બેરોકટોક પણે સ્કૂલ સમયે જ ટ્યુશન ક્લાસ ચાલી રહ્યાં છે. ચાલુ સ્કૂલમાં જ ઉદગમ સ્કૂલમાં ટ્યુશન ધમધમી રહ્યાં છે. ઉદગમ સ્કૂલ સંચાલકોને શિક્ષણ વિભાગના ઉપરી અધિકારીઓનો આશરો મળ્યો છે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.
Ahmedabad: ઉદગમ સ્કૂલના મનન ચોક્સી પર કોના આશિર્વાદ ?
ઉદગમ સ્કૂલના મનન ચોક્સી પર કોના આશિર્વાદ ? ભૂતકાળમાં પણ કી સ્ટોન ટ્યુશન ક્લાસ બાબતે નોટિસ અપાઇ હતી. તેમજ DEO કચેરીએ આપેલ નોટિસ બાદ પણ ટ્યુશનિયો ધંધો યથાવત રહ્યો છે. તાજેતરમાં પણ સ્કૂલમાં વિવાદ થયો હતો. અગાઉ ઉદગમ સ્કૂલના સંચાલકોએ રૂપિયા કમાવવાનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય કર્યો હતો. તેમાં શાળાએ પોતાની વેબસાઈટ પર મોંઘીદાટ બ્રાંડના નામ આપ્યા હતા. શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો ધંધો થઇ રહ્યો હતો. જેમાં શૂઝ અને યુનિફોર્મ ચોક્કસ સ્થાનેથી ખરીદવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
ચોક્કસ પાંચ દુકાનોથી જ યુનિફોર્મ ખરીદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો
ચોક્કસ પાંચ દુકાનોથી જ યુનિફોર્મ ખરીદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં મોંઘીદાટ ફી લેતી સ્કૂલોની બેરોકટોક નફાખોરીનો ધંધો શરૂ થયો હતો. શિક્ષણના ધામમાં ઉદગમ સ્કૂલના મનસ્વી નિર્ણયો લેવામાં આવી રહ્યાં હતા. સ્થાનિકો જણાવી રહ્યાં છે કે ઉદગમ સ્કૂલ શિક્ષણનું ધામ છે કે રૂપિયા રળવાની હાટડી?


